ટ્રમ્પના ટેરિફથી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો, મોંઘવારી અને બેરોજગારીમાં વધારો

ટ્રમ્પના ટેરિફથી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો, મોંઘવારી અને બેરોજગારીમાં વધારો

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિતના દેશો પર લાગુ કરાયેલા ભારે ટેરિફનો અસરકારક પ્રભાવ અમેરિકાની પોતાની અર્થવ્યવસ્થાને ઝીલવો પડી રહ્યો છે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ મુજબ, આ ટેરિફ નીતિને કારણે અમેરિકાનો વિકાસ દર 0.4% થી 0.5% સુધી ઘટી શકે છે, જ્યારે મોંઘવારીમાં વધારો થવાની આશંકા છે.

રિપોર્ટ અનુસાર, 2026 સુધી અમેરિકામાં મોંઘવારીનો દર 2% થી વધુ રહેવાની સંભાવના છે. ટેરિફના કારણે પુરવઠા શૃંખલામાં વિક્ષેપ આવી શકે છે, કરન્સી વિનિમય દરમાં અસ્થિરતા વધે છે અને આયાત આધારિત ઉદ્યોગો પર સીધી અસર પડે છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ક્ષેત્રોમાં ખર્ચ વધતાં કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

ભારતીય ઉત્પાદનો પર લાગેલા 50% સુધીના ટેરિફનો અમેરિકાની અર્થવ્યવસ્થામાં નકારાત્મક પ્રભાવ પડશે, કારણ કે અમેરિકા મોટાપાયે ભારતીય ટેક્સટાઇલ્સ, ચામડાં અને જ્વેલરી પર આધારિત છે. ટેરિફના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને અમેરિકાનો GDP 40 થી 50 બેઝિસ પોઈન્ટ સુધી ઘટી શકે છે.

ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ જેક્સન હોલમાં યોજાયેલા વાર્ષિક સંમેલનમાં જણાવ્યું કે, “ટેરિફના કારણે કિંમતોમાં વધારો અને રોજગારની નબળી સ્થિતિ વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ બન્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જુલાઈમાં અમેરિકાનો wholesale મોંઘવારી દર 1% વધ્યો હતો, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. વાર્ષિક ધોરણે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) 3.3% વધ્યો છે. ટેરિફના કારણે સેવાઓ, ફર્નિચર, કપડાં સહિતના ઉત્પાદનો પર આયાત ખર્ચ વધી ગયો છે.

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે જો ટેરિફ દૂર નહીં થાય તો મોંઘવારી પર દબાણ ચાલુ રહેશે, અમેરિકન્સના દૈનિક ખર્ચમાં વધારો થશે અને ઘરેલુ બજેટ પર ગંભીર અસર પડશે.

 

Leave a Reply

Your email address will not be published.