જાફરાબાદ દરિયામાં મળ્યો વધુ એક માછીમારનો મૃતદેહ, 8 હજુ પણ લાપતા

જાફરાબાદ દરિયામાં મળ્યો વધુ એક માછીમારનો મૃતદેહ, 8 હજુ પણ લાપતા

જાફરાબાદના અરબી સમુદ્રમાં વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે મારો આ અકસ્માતમાં હાલ સુધી ત્રણ માછીમારોના મૃતદેહો મળ્યા છે. મળતી માહિતી મુજબ, જયશ્રી બોટના માછીમાર હરેશ બારૈયાનો (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી) મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ દુર્ઘટનામાં હજુ પણ 8 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઈ રહી છે. માછીમારોની શોધખોળમાં 10 બોટ પણ જોડાઈ છે. ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે શોધખોળમાં મુશ્કેલીઓ આવી રહી છે.

ઘટના એ એવી છે કે થોડા દિવસો પહેલા જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરા ગામની એક બોટ દરિયામાં જળ સમાધિ લીધી હતી. આ બોટોમાં સવાર 28 માછીમારોમાંથી 17નું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે 11 માછીમારો હજુ પણ ગુમ છે. આ હૃદયદ્રાવક ઘટનાઓ દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

 

Leave a Reply

Your email address will not be published.