ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ

ટ્રમ્પના સલાહકાર પીટર નવારોને PM મોદી પર ટ્વિટ કરવી પડી ભારે, યુઝર્સના પ્રહારો અને ટ્રોલનો ભોગ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારોએ પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સાથે ભારતની રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાની નીતિ પર સવાલ ઉઠાવતાં ટ્વિટ કરી, જે તેમને ભારે પડી છે. નવારોએ ટ્વિટમાં ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવતા, ભારત રશિયાનું ક્રૂડ વેચી મબલક નફો મેળવી રહ્યું છે તેવું કટાક્ષ પણ કર્યો હતો. સાથે જ, તેમણે યુક્રેન યુદ્ધ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો.

નવારોના પીએમ મોદી સાથેની તસવીર વાપરવાના કારણે ભારતીય યુઝર્સે તેમને ભારે ટ્રોલ કર્યાં. એક યુઝરે લખ્યું, “વાહ! ટ્રમ્પના સલાહકાર હવે ભારતને ટાર્ગેટ બનાવી પીએમ મોદીની તસવીરનો ઉપયોગ કરી રહ્યા છે.” અન્ય યુઝર્સે ટ્વિટને બકવાસ ગણાવતા, અમેરિકા-ભારતના વર્તમાન સંબંધો પર પણ ટીકા કરી.

યુઝર્સ દ્વારા નવારોના ટ્વિટ પર આતંકવાદના ફંડિંગ અને યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા કરવામાં આવી. એક યુઝરે જણાવ્યું કે, યુક્રેન યુદ્ધ માટે જવાબદારી માત્ર અમેરિકા-નાટો પર છે અને શાંતિ એ દિવસે જ આવશે જ્યારે આંતકવાદીઓને ફંડ, હથિયાર અને સુરક્ષા મળવાનું બંધ થશે.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, પીએમ મોદીની તસવીર અને આંતરરાષ્ટ્રીય રાજકીય મુદ્દાઓને મિશ્રિત કરનાર ટ્વિટ સોશિયલ મીડિયા પર અત્યંત સંવેદનશીલ બની છે અને તેનો સામનો કરવો નવારોને ભારે પડ્યો.

 

Leave a Reply

Your email address will not be published.