દિલ્હીના કાલકાજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રસાદ ન મળવાના વિવાદને પગલે એક સેવાદારની હત્યા કરવામાં આવી. આ ઘટના શુક્રવારે (29 ઓગસ્ટ) રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર, કેટલાક ભક્તો દર્શન કર્યા બાદ સેવાદાર પાસેથી ચુન્ની અને પ્રસાદ માગી રહ્યા હતા, પરંતુ તેને લઈ વિવાદ થયો. ગુસ્સે ભરાયેલા ભક્તોએ સેવાદાર પર લાકડીઓ અને મુક્કાથી હુમલો કર્યો.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સેવાદારને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. મૃતકની ઓળખ 35 વર્ષીય યોગેન્દ્ર સિંહ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ફત્તેપુર ગામનો રહેવાસી હતા અને છેલ્લા 14-15 વર્ષથી કાલકાજી મંદિરમાં સેવાકાર્ય કરી રહ્યા હતા.
પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે. આરોપી 30 વર્ષીય અતુલ પાંડે, દક્ષિણપુરીનો રહેવાસી,ને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. હાલ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply