Asia Cup 2025: એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી UAEમાં આયોજિત થવા જઇ રહી છે. અબૂ ધાબીમાં શેખ જાયદ સ્ટેડિયમ અને દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એશિયા કપની હોસ્ટિંગ કરવા તૈયાર છે. આ ટુર્નામેન્ટ માટે બધી જ ટીમોની જાહેરાત થઈ ગઇ છે. અને શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે, ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ એક મોટી અપડેટ સામે આવી છે. UAEના મોસમને ધ્યાનમાં રાખીને ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મેચના સમયમાં ફેરફાર
રિપોર્ટ અનુસાર એશિયા કપ 2025ની મેચ હવે ભારતના સમય અનુસાર રાત્રે 8 કલાકે (સ્થાનિક સમય અનુસાર 6:30 વાગ્યે) શરૂ થશે. પહેલા આ મેચની શરૂઆત સાંજે 7:30 કલાકે શરૂ થવાની હતી, પણ UAEમાં ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય માટે બ્રોડકાસ્ટરને વિનંતી કરવામાં આવી હતી, જે તેમને સ્વીકારી લીધી છે.
ગરમીમાં મેચ રમવાનો પડકાર
UAEમાં ગરમી અને ભેજને કારણે ક્રિકેટ રમવું પડકાર સાબિત થઈ શકે છે, ખાસ કરીને ખેલાડીઓ અને ચાહકો માટે દિવસના સમયનું તાપમાન વધારે રહે છે, જેના લીધે સાંજના સમયે પણ ગરમીની અસર રહે છે. આવી સ્થિતિને જોતા આયોજકે નિર્ણય લીધો છે કે મેચનો સમય અડધો કલાક આગળ વધારવામાં આવે, જેથી ખેલાડીઓને ખૂબ સારી પરિસ્થિતિમાં રમવાની તક મળે અને ચાહકોને પણ સ્ટેડિયમમાં આરમદાયક અનુભવ થાય.
આ પણ વાંચો: રાહુલ દ્રવિડે અચાનક જ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામું ધર્યું, મોટી ઓફર ઠુકરાવી
10 તારીખે પહેલી મેચ
આ ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમ પહેલી મેચ UAEની ટીમ સામે રમશે. ટીમ ઈન્ડિયાને બીજી મેચ પાકિસ્તાન સામે રમશે, જે 14 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે. ત્યારે 20 સપ્ટેમ્બરે સુપર-4ની મેચ રમાશે અને ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.

Leave a Reply