224 દિવસ બાદ રમવા ઉતરેલા રોહિત-વિરાટ ફ્લોપ, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા સંકટમાં

Home » Latest Update » 224 દિવસ બાદ રમવા ઉતરેલા રોહિત-વિરાટ ફ્લોપ, ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા સંકટમાં
224-દિવસ-બાદ-રમવા-ઉતરેલા-રોહિત-વિરાટ-ફ્લોપ,-ઓસ્ટ્રેલિયા-સામે-ટીમ-ઈન્ડિયા-સંકટમાં

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News

Google News

224 દિવસ બાદ રમવા ઉતરેલા રોહિત-વિરાટ ફ્લોપ, ઓસ્ટ્રેલિયા સામે વરસાદનું વિઘ્ન 1 - image

IND vs AUS 1st ODI Live Score:  : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે (19 ઓક્ટોબર) પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે, પરંતુ તેની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમે માત્ર 21 રનના સ્કોર પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવી મહત્વની વિકેટો ગુમાવી દીધી છે. હાલમાં કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે.

Australia vs India, 1st ODI LIVE UPDATES : 

કોહલીનો શરમજનક રેકોર્ડ 

આ સાથે વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો. ઓસ્ટ્રેલિયામાં વનડેમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હોય તેવી આ પહેલી ઘટના છે. મિશેલ સ્ટાર્ક બીજો બોલર છે જેણે વિરાટ કોહલીને વનડેમાં બે વાર શૂન્ય પર આઉટ કર્યો છે. સ્ટાર્ક પહેલા ફક્ત જેમ્સ એન્ડરસને જ આ સિદ્ધિ મેળવી હતી.

ફરી વરસાદ પડતાં મેચ અટકી 

હવે મેચ શરૂ થયા બાદ સ્કોર હજુ 37-3 થયો હતો ત્યાં ફરી એકવાર વરસાદ વિલન બન્યો અને મેચ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. અમ્પાયર વરસાદ રોકાયા બાદ નક્કી કરશે કે ક્યારે મેચ શરૂ થશે. 

વરસાદ અટકતાં મેચ ફરી શરૂ

વરસાદ અટક્યાં બાદ હવે મેચ ફરી શરૂ થઇ. અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર મેદાનમાં રમતમાં છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર  34-3

વરસાદનું વિઘ્ન નડ્યું 

ટીમ ઈન્ડિયાનું ટોપ ઓર્ડર સસ્તામાં આઉટ થઈ ગયા બાદ હવે મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. એટલે મેચ અટકાવવી પડી છે. 

શુભમન ગિલ પણ સસ્તામાં આઉટ 

કેપ્ટન શુભમન ગિલ પણ 10 રન બનાવીને નાથાન એલિસની બોલિંગમાં ફિલિપના હાથે કેચ થમાવી બેઠો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 25 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. 

ભારતીય ટીમને ચોથી ઓવરમાં જ 13 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો, જ્યારે અનુભવી ઓપનર રોહિત શર્મા 8 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો. ત્યારબાદ, ટીમમાં વાપસી કરી રહેલો વિરાટ કોહલી પણ ખાતું ખોલાવ્યા વિના મિચેલ સ્ટાર્કની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો, જેનાથી ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 224 દિવસ બાદ રોહિત અને કોહલી વનડે રમવા મેદાને ઉતર્યા હતા અને તેમાંય બંનેએ કંગાળ દેખાવ કર્યો હતો. 

આ મેચ શુભમન ગિલ માટે વનડે કેપ્ટન તરીકે પ્રથમ મેચ છે. બીજી તરફ, પેટ કમિન્સની ગેરહાજરીમાં મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે. આ મેચમાં ભારતના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ વનડેમાં ડેબ્યૂ કર્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ ઓવેન અને મેથ્યુ રેનશો પોતાની પ્રથમ વનડે રમી રહ્યા છે.

બંને ટીમોની પ્લેઇંગ-11:

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ફિલિપ (વિકેટકીપર), મેથ્યુ રેનશો, કૂપર કોનોલી, મિચેલ ઓવેન, મિચેલ સ્ટાર્ક, નાથન એલિસ, મેથ્યુ કુह्नમેન અને જોશ હેઝલવુડ.

Leave a Reply

Your email address will not be published.