ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી હવે દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભાએ ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલ પસાર થયા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે. લોકસભામાં ભારે ચર્ચા વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યું અને તેને મંજૂરી મળી. હવે આ બિલ રાજ્યસભામાં પસાર કરાશે. નવા...
Category: BREAKING NEWS
દિલ્હી CM રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો, 35 વર્ષીય આરોપીની ધરપકડ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે તેમના સિવિલ લાઈન્સ સ્થિત કેમ્પ ઓફિસમાં સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આરોપી 35 વર્ષીય શખ્સ ફરિયાદ લઈને CM સુધી પહોંચ્યો અને અચાનક તેમણે રેખા ગુપ્તાને થપ્પડ મારી. આ ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તરત જ હુમલાખોરને કાબૂમાં લઈ...
અમદાવાદમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ચપ્પા વડે કર્યો હુમલો, ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવિસ્ટ સ્કૂલમાં મંગળવારે ગંભીર ઘટના બની હતી જ્યાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીએ 7-8 અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને શાળાના છૂટેલા સમયે ઈતિહાસ ધરાવતા વિઘાર્થી પર હુમલો કર્યો હતો. હુમલાની પાછળનું કારણ થોડા દિવસ અગાઉ થયેલી ધક્કામુક્કીની ઝઘડાની અદાવત હોવાનું...
મુંબઈમાં મોનોરેલ ફસાઈ: વીજ પુરવઠો ખોરવાતા મુસાફરો કલાકો સુધી ફસાયા, ગરમીમાં શ્વાસ લેવામાં મુશ્કેલી
મુંબઈમાં મૈસુર કોલોની સ્ટેશન નજીક વીજ પુરવઠામાં ખામી આવતા એક મોનોરેલ ટ્રેન રસ્તામાં જ અટકી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની માહિતી મુજબ, ટ્રેન અંદાજે એક કલાક સુધી અટકેલી રહી, અને આ દરમિયાન વીજળી તથા એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ થવાથી ટ્રેનની અંદરનું તાપમાન વધી ગયું હતું. ગરમી અને ગૂંગળામણના...
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત
ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ...
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...
ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત, શાળાઓ બંધ, અનેક ફ્લાઈટ્સ મોડી, બચાવ માટે સેનાની મદદ
મુંબઈમાં મોન્સૂન તોફાની રંગત સાથે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મુંબઈના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગાડીઓ અટવાઈ ગઈ છે, સબવે બંધ કરવી પડી છે અને હોસ્પિટલ સુધી પહોંચવા માટે લોકો પોતાના પરિજનોને પીઠ પર...
3 ઈડિયટ્સના પ્રોફેસરની અંતિમ વિદાય: દિગ્ગજ એક્ટર અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન
બોલિવૂડ માટે દુઃખદ ક્ષણ છે કારણ કે ‘3 ઈડિયટ્સ’ ફિલ્મમાં યાદગાર પ્રોફેસરનો રોલ ભજવનાર દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનેતા લાંબા સમયથી ઉંમરજન્ય તકલીફોથી પીડાઈ રહ્યા હતા. ગઈકાલે અચાનક બેભાન થતાં તેમને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમની દીકરી અનુરાધા પારસ્કરે જણાવ્યું કે...
યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી અને યુરોપના અનેક નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવાના રસ્તાઓ શોધવાનો હતો. બેઠક બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોય, છતાં બધાં નેતાઓએ આશાજનક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે...
પુતિન અને PM મોદીની ટેલિફોનિક ચર્ચા: અલાસ્કામાં ટ્રમ્પ સાથેની બેઠક અંગે ચર્ચા
તાજેતરમાં અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત યોજાઈ હતી, જેમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ ટ્રમ્પ સાથે થયેલી ચર્ચા વિશે વિગતવાર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું...









