દીકરા અભિમન્યુને ટીમમાં સ્થાન ન મળતાં અકળાયા પિતા, ગંભીર-ગિલને પૂછ્યાં સવાલ

Home » Latest Update » દીકરા અભિમન્યુને ટીમમાં સ્થાન ન મળતાં અકળાયા પિતા, ગંભીર-ગિલને પૂછ્યાં સવાલ
દીકરા-અભિમન્યુને-ટીમમાં-સ્થાન-ન-મળતાં-અકળાયા-પિતા,-ગંભીર-ગિલને-પૂછ્યાં-સવાલ

England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટે સીરિઝમાં યુવા ખેલાડી અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમના સ્થાને કરુણ નાયરને તેના સ્થાને પ્લેઇંગ 11 માં સામેલ કરાયા છે. અભિમન્યુ ઈશ્વરને પહેલી વાર ડિસેમ્બર 2022માં ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ટેસ્ટમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયા બાદથી 15 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે. આમ છતાં અભિમન્યુને એક પણ ટેસ્ટ મેચમાં તક મળી નથી. હવે તેના પિતા રંગનાથ ઈશ્વરન નારાજ થયા છે અને શુભમન ગિલ અને ગૌતમ ગંભીરને આકરા સવાલો પૂછ્યા હતાં.

અભિમન્યુના પિતા રંગનાથન ઈશ્વરન થયા ગુસ્સે

મીડિયા સાથે વાતચીત કરતા ભારતીય ક્રિકેટ અભિમન્યુના પિતા રંગનાથન ઈશ્વરને કહ્યું કે, ‘હું અભિમન્યુના ટેસ્ટ ડેબ્યૂ માટે રાહ જોતા દિવસો ગણી રહ્યો નથી. પરંતુ વર્ષો ગણી રહ્યો છું, હવે ત્રણ વર્ષ થઈ ગયા છે. ખેલાડીનું કામ શું છે? રન બનાવવાનું. અભિમન્યુએ તે કર્યું છે. લોકો કહેતા હતા કે અભિમન્યુ ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં ઈન્ડિયા Aની બે મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું અને ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો, જે પણ સાચું છે. પરંતુ જ્યારે અભિમન્યુએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)માં શાનદાર પ્રદેશન કર્યું હતું, ત્યારે કરુણ નાયર ટીમમાં નહોતો. કરુણને દુલીપ ટ્રોફી કે ઈરાની ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. જો તમે ગયા વર્ષથી આ વર્ષ સુધીના સમયગાળા પર નજર નાખો, તો અભિમન્યુએ લગભગ 864 રન બનાવ્યા છે.’

શુભમન ગિલ અને ગૌતમ ગંભીર પર પ્રહાર કરતા રંગનાથન ઈશ્વરે જણાવ્યું હતું કે, ‘કેટલાક ખેલાડીઓને IPL પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવે છે. ટેસ્ટ ટીમની પસંદગી IPL પ્રદર્શનના આધારે ન થવી જોઈએ પરંતુ રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં પ્રદર્શનના આધારે થવી જોઈએ. મારો પુત્ર આનાથી થોડો દુઃખી છે પણ આવું થવું સ્વાભાવિક છે.’

અભિમન્યુને તક મળી રહી નથી

ભારતીય બેટર અભિમન્યુ ઈશ્વરને વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પહેલીવાર તક આપી હતી. ત્યારેથી તેને ટેસ્ટ ટીમમાં તો છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની અવગણવામાં આવ્યો છે. ક્રિકેટ ફેન્સ ઈચ્છતા હતા કે, તેને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં તક મળે પરંતુ એવું બન્યું નહીં.

અભિમન્યુ ઈશ્વરનના આંકડા

અભિમન્યુના ઘરેલુ આંકડા વિશે વાત કરીએ તો, તેણે 103 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48.70ની સરેરાશથી 7841 રન બનાવ્યા છે. આ ઉપરાંત 27 સદી અને 21 ફિફ્ટી ફટકારી છે. જ્યારે  તેનો બેસ્ટ સ્કોર 233 રન છે.  89 લિસ્ટ એ મેચોમાં અભિમન્યુ ઈશ્વરને 47.03ની સરેરાશથી 3857 રન બનાવ્યા છે. તેણે નવ સદી અને 23 ફિસ્ટી ફટકારી છે અને બેસ્ટ સ્કોર 149 રન રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published.