મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં સંતનું ગળું કાપવાની વાત કરી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. આ ઘટનાથી હોબાળો મચી ગયો છે અને શ્રદ્ધાળુઓ સાથે સામાજિક સંગઠનો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે....
Day: August 3, 2025
બે મતદાર ઓળખપત્ર ના કારણે તેજસ્વી યાદવ મુશ્કેલીમાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર બે અલગ મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) હોવાના આરોપો સામે આવ્યા છે. આ મુદ્દે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે, જેના કારણે તેજસ્વીની મુશ્કેલી વધી ગઈ છે. વિવાદ કેવી રીતે થયો? વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વી યાદવે દાવો કર્યો...
મણિશંકર અય્યરના નિવેદનથી વિવાદ, પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર સવાલ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો કોઈ પુરાવો નથી. અય્યરે જણાવ્યું કે ભારતે 33 દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું, પરંતુ કોઈએ પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. અય્યરે ઓપરેશન સિંદૂર અંગે સરકારને સપોર્ટ કરનારા કોંગ્રેસ નેતા...
એબી ડીવિલિયર્સના તોફાનમાં ફંટાયું પાકિસ્તાન, WCL ફાઈનલમાં દ.આફ્રિકા 9 વિકેટે ચેમ્પિયન
WCL 2025: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 (WCL 2025)ના ફાઈનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ અને દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સની ટીમો આમને-સામને હતી. જ્યાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મોહમ્મદ હાફીઝની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. જવાબમાં એબી ડીવિલિયર્સની દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમે મેચ 9 વિકેટથી જીતીને WCL...
IND vs ENG : જાડેજાની વધુ એક કમાલ! 23 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરી રચ્યો ઇતિહાસ
India vs England: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ માટે દરેક મેચમાં તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. ઓવલ ટેસ્ટની બીજી ઈંનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ત્રીજા દિવસે (બીજી ઓગસ્ટ) શાનદાર બેટિંગ કરીને બીજી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણનો 23 વર્ષ જૂનો...
એશિયા કપ 2025 શેડ્યૂલ જાહેર, 14 સપ્ટેમ્બરે દુબઈમાં ભારત-પાકિસ્તાનનો મહાસંગ્રામ
એશિયા કપ 2025 માટેનો શેડ્યૂલ જાહેર થઈ ગયો છે. આ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં યોજાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ 2 ઓગસ્ટે પુષ્ટિ કરી કે ટૂર્નામેન્ટના યજમાન શહેરો દુબઈ અને અબૂ ધાબી રહેશે, જ્યારે ફાઈનલ દુબઈમાં રમાશે. સૌથી વધુ ચર્ચિત ભારત-પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રવિવારે યોજાશે. આ ટૂર્નામેન્ટ T20...
અમેરિકામાં ટ્રમ્પની નીતિઓથી મંદીના સંકેત સ્પષ્ટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથે ટ્રેડ ડીલ ન થતાં ભારત અને રશિયાને “ડેડ ઇકોનોમી” ગણાવ્યા, પરંતુ તાજા આંકડા બતાવે છે કે અમેરિકન અર્થતંત્ર પોતે જ મંદીની દિશામાં આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે 2.80% વૃદ્ધિદર ધરાવતું અમેરિકન અર્થતંત્ર ટ્રમ્પના શાસનના માત્ર છ મહિનામાં 1.3%થી પણ નીચે પહોંચી ગયું છે. આ પરિસ્થિતિથી સ્પષ્ટ થાય...





