મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં સંતનું ગળું કાપવાની વાત કરી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. આ ઘટનાથી હોબાળો મચી ગયો છે અને શ્રદ્ધાળુઓ સાથે સામાજિક સંગઠનો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
ધમકી બાદ વધી કાર્યવાહી ની માંગ
પોલીસે ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવાનો આશ્વાસન આપ્યો છે. રીવા અને સતનાના અનેક સંગઠનો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને યુવક પર કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
સંત પ્રેમાનંદ મહારાજના પ્રવચન પરથી વિવાદ
આ વિવાદ ત્યારે ઉઠ્યો જ્યારે સંત પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો, જેમાં તેમણે યુવાનોને મર્યાદિત આચરણ અને નૈતિક જીવન જીવવાની સલાહ આપી હતી. તેમણે આજકાલના બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના ટ્રેન્ડને લઈને યુવાનોના ભટકાવા પર ચિંતા વ્યક્ત કરી. આ પર સતનાના શત્રુઘ્ન સિંહે સોશિયલ મીડિયા પર પ્રતિસાદ આપતા લખ્યું, “મારા ઘર અંગે બોલ્યું હોત તો પ્રેમાનંદ હોય કે કોઈ બીજું, હું તેનું ગળું કાપી નાખત.”
સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે મહારાજ
વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ પોતાના પ્રવચનો માટે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે ભક્તિ મહત્વપૂર્ણ છે પરંતુ કર્તવ્યોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.

Leave a Reply