‘સસુરજી પ્લીઝ, આવું જરૂર કરો…’, કેએલ રાહુલે સુનીલ શેટ્ટીને બર્થડે વિશમાં આપી જબરી સલાહ

Home » Latest Update » ‘સસુરજી પ્લીઝ, આવું જરૂર કરો…’, કેએલ રાહુલે સુનીલ શેટ્ટીને બર્થડે વિશમાં આપી જબરી સલાહ
‘સસુરજી-પ્લીઝ,-આવું-જરૂર-કરો…’,-કેએલ-રાહુલે-સુનીલ-શેટ્ટીને-બર્થડે-વિશમાં-આપી-જબરી-સલાહ

image source: suniel shetty/ instagram 

KL Rahul wishes Suniel Shetty: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીનો આજે જન્મદિવસ છે. તે આજે(11 ઓગસ્ટ) 64 વર્ષનો થયો. છેલ્લા ત્રણ દાયકાથી તેણે 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. સોશિયલ મીડિયામાં ઘણા ચાહકો સુનિલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જમાઈ કેએલ રાહુલે પણ સુનીલને જન્મદિવસની વધામણા આપી હતી. જોકે રાહુલે સુનિલના જન્મદિવસે તેના સસરાને એક મહત્ત્વ સલાહ આપી હતી. રાહુલે સસરા સુનિલને વધારે આરામ કરવાની વિનંતી કરી હતી. તે ઈચ્છે છે કે સુનિલ જેટલું કામ કરે છે તેટલો આરામ પણ કરે.

ક્રિકેટર કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરતા સુનીલને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ફોટોમાં રાહુલ, સુનીલ સિવાય અહાન શેટ્ટી પણ છે, રાહુલે પોસ્ટમાં લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છા અજજા સુનીલ શેટ્ટી, તમારા દરેક કામ અમને પ્રેરણા આપે છે, તમે પ્લીઝ વધુ આરામ કરો.’ જણાવી દઈએ કે 2023માં રાહુલે સુનીલની દીકરી અથીયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખંડાલાના ફાર્મહાઉસમાં થયા હતા. અથીયા અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રાહુલ અને અથીયાને એક દીકરી છે, જેનું નામ ઇવારા છે. ઇવારાનો જન્મ 24 માર્ચ 2025ના રોજ થયો હતો.

તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં કેએલ રાહુલે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ ટેસ્ટ મેચની સિરીઝના 10 ઇનિંગ્સમાં કુલ 532 રન બનાવ્યા. તેણે બે સેન્ચુરી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમ  છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ‘ઓવલ’ સ્ટેડિયમમાં રમી હતી. આ મેચ દરમિયાન સુનીલ પણ સ્ટેડિયમમાં હાજર રહી ભારતીય ટીમને ચીયર કરતા જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ભારતે ઓવલમાં 6 રનની રોમાંચક જીત મેળવીને સિરીઝ 2-2થી ડ્રો કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published.