સારા દેખાવ છતાં ભારતના આ સ્ટાર ખેલાડીનું દિલ તોડશે સિલેક્ટર્સ? એશિયા કપમાં સ્થાન ન મળે તેવી શક્યતા

Home » Latest Update » સારા દેખાવ છતાં ભારતના આ સ્ટાર ખેલાડીનું દિલ તોડશે સિલેક્ટર્સ? એશિયા કપમાં સ્થાન ન મળે તેવી શક્યતા
સારા-દેખાવ-છતાં-ભારતના-આ-સ્ટાર-ખેલાડીનું-દિલ-તોડશે-સિલેક્ટર્સ?-એશિયા-કપમાં-સ્થાન-ન-મળે-તેવી-શક્યતા

Image source: IANS 

Shreyas Iyer: એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની જાહેરાત ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં સિલેક્ટર્સ કયા ખેલાડીને પસંદ કરી શકે છે તે જાણવું રસપ્રદ છે. એવુ માનવામાં આવતું હતું કે ટી-20માં શ્રેયસ અય્યરની વાપસી નક્કી છે અને તેમને ટૂર્નામેન્ટમાં રંગ જમાવાની તક મળી શકે છે. જોકે હવે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે સિલેક્ટર્સ ફરીથી ઐયરનું દિલ તોડી શકે છે. એશિયા કપ માટે ભારતીય ટીમમાં શ્રેયસને કદાચ જગ્યા નહીં મળી શકે. જણાવી દઈએ કે અય્યરે IPL ફોર્મેટમાં ઘણું સારું પ્રદર્શન આપ્યું હતું. તેની પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તે સારું રમ્યો હતો.  

આ પણ વાંચો : ‘મને ધોનીએ ટીમમાંથી કાઢી મૂક્યો ત્યારે નિવૃત્તિ લેવાની ઈચ્છા હતી…’, દિગ્ગજ ક્રિકેટરનો ધડાકો

શું એશિયાકપમાં નહીં રમે અય્યર? 

એક રિપોર્ટ પ્રમાણે શ્રેયસ અય્યરને એશિયાકપ 2025ની ટીમમાં સ્થાન મળવાની સંભાવના ઘણી ઓછી છે. ટીમ ઇન્ડિયાની જર્સીમાં અય્યરે તેની છેલ્લી  ટી-20 ઇન્ટરનેશનલ મેચ વર્ષ 2023માં ઑસ્ટ્રેલિયા સામે રમી હતી. IPL 2025માં શ્રેયસે તેની કેપ્ટનશીપમાં પંજાબની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. કેપ્ટનશિપ સાથે શ્રેયસનું પ્રદર્શન પણ ખૂબ સારું રહ્યું હતું. તેને 17 મેચમાં 50 ની એવરેજથી  175 સ્ટ્રાઈક રેટ સાથે 604 રન બનાવ્યા હતા. 

યશસ્વીને પણ તક નહીં મળે 

શ્રેયસ અય્યરની સાથે યશસ્વી જાયસવાલને પણ એશિયા કપ 2025ના સ્ક્વોડમાં મોકો મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. સિલેક્ટર્સ યશસ્વીને આ વાત સ્પષ્ટ કરી દીધી છે. તેને ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન આપવાની સલાહ પણ સિલેક્ટર્સની બાજુથી આપવામાં આવી હતી.જોકે, યશસ્વીનો રેકોર્ડ ટી-20માં પણ કમાલનો રહ્યો છે. અત્યાર સુધી તેણે 23 T-20 ઇન્ટરનેશનલ મેચોમાં 164ના દમદાર સ્ટ્રાઈક રેટથી 723 રન ફટકાર્યા છે . યશસ્વીએ ફાસ્ટ ક્રિકેટમાં એક સદી અને 5 અર્ધ સદી ફટકારી છે

Leave a Reply

Your email address will not be published.