ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી

ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી

ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના છે. તે પહેલાં 12 ઓગસ્ટે પશ્ચિમ પાપુઆ પ્રાંતમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

આ ઉપરાંત, શનિવારે મોડી રાતે અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર પણ જમીનથી 10 કિ.મી. ઊંડે હતું. જોકે, જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા વિશે હજી સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

 

Leave a Reply

Your email address will not be published.