Image Source: IANS Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી થઈ નથી. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાનો સ્ક્વોડ 19 ઑગસ્ટના રોજ સામે આવી શકે છે. ટીમ પસંદગી માટે પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં યોજાશે. ત્યાર બાદ જ જાણવા મળશે કે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં કયા-કયા ખેલાડીઓ રમશે.જણાવી દઈએ કે...
Day: August 18, 2025
જામનગર જિલ્લામાં 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ: રાષ્ટ્રીય સલામતી માટે કડક પગલા
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલ હોવાથી અતિ-સંવેદનશીલ માનવામાં આવે છે. જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલ છે, જેમાંથી માત્ર પિરોટન ટાપુ પર માનવ વસાહત છે જ્યારે બાકી ટાપુઓ નિર્જન છે. આ ટાપુઓ પર ધાર્મિક સ્થળો હોવાને કારણે ધાર્મિક પ્રસંગો દરમિયાન અથવા દર્શનાર્થે લોકો અવરજવર કરતા હોય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ...
ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો
ભાદરવી પૂનમ મહામેળા 2025 માટે પદયાત્રી સંઘોને હવે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો વિનામૂલ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે. ચાલુ...
ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના...
જીએસટી સુધારાથી વેપારીઓને રાહત: 3 દિવસમાં રજિસ્ટ્રેશન અને ઓટોમેટેડ રિફંડ સિસ્ટમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માટે નવા સુધારાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ફેરફારો આ દિવાળીએ લાગુ થઈ શકે છે. સરકારે ટેક્સ સ્લેબને સરળ બનાવવા, ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી કરવાની દિશામાં મોટા પગલાં ભર્યા છે. નાણાં મંત્રાલયના સૂત્રો મુજબ, હવે વેપારીઓને માત્ર ત્રણ દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન...
સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા...
રાષ્ટ્રપતિ ક્યારે સુપ્રીમ કોર્ટની સલાહ લે તે નક્કી કરવાની સત્તા માત્ર રાષ્ટ્રપતિને : કેન્દ્રની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ન્યાયતંત્ર પાસે એવી સત્તા નથી કે તે રાષ્ટ્રપતિને ક્યારે અને કયા મુદ્દે સુપ્રીમ કોર્ટની સલાહ લેવી તે નક્કી કરે. કેન્દ્રના મતે, રાષ્ટ્રપતિનો નિર્ણય સંપૂર્ણપણે તેમની વિવેકબુદ્ધિ પર આધારિત છે અને અદાલતોને આ પ્રક્રિયામાં દખલ કરવાની સત્તા નથી. સરકારનું કહેવું છે કે રાજ્ય વિધાનસભામાં પસાર થયેલા બિલ પર...
શેરબજારમાં ધૂમ તેજી: સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો
શેરબજારમાં આજે ઓપનિંગ સેશનથી જ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સની હાલત: ગયા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 80,597.66 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો. આજે રજાઓના ગાળા બાદ તેજી સાથે બજાર ખૂલ્યું અને સેન્સેક્સમાં 1022...
MS ધોની બનશે ટીમ ઈન્ડિયાના હેડ કોચ? દિગ્ગજના નિવેદનથી ખળભળાટ
Aakash Chopra On MS Dhoni : મહેન્દ્ર સિંઘ ધોની ભારતના સૌથી વધુ સફળ કેપ્ટનમાંથી એક રહ્યા છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ, વર્ષ 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હાસલ કરી હતી. ધોની સાથે રમી ચૂકેલી અનેક ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે. જેથી સ્પષ્ટ...









