નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે એક નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ રહી છે. રેલવે બોર્ડના સૂચન મુજબ, સ્ટેશન પરિસરમાં હવે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ પગલું અનરિઝર્વ્ડ કોચમાં વધતી ભીડ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, આ ટ્રાયલ એક મહિના સુધી ચાલશે અને કડક સુરક્ષા વચ્ચે હાથ ધરાશે. ટ્રાયલ દરમિયાન, દરેક અનરિઝર્વ્ડ કોચ માટે માત્ર 150 ટિકિટ જારી કરવામાં આવશે. ટિકિટ મર્યાદા પૂરી થતાં પછી વધુ ટિકિટ આપવામાં નહીં આવે. આ માટે CRIS (સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ) દ્વારા સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું છે.
હાલમાં એક અનરિઝર્વ્ડ કોચમાં સરેરાશ 300થી 400 મુસાફરો મુસાફરી કરે છે, જ્યારે માત્ર 80 બેઠકો જ હોય છે. ફેબ્રુઆરીમાં નવી દિલ્હી સ્ટેશન પર થયેલા અકસ્માત બાદ સ્ટેશનની ભીડ નિયંત્રિત કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓ માને છે કે આ પગલું તહેવારો દરમિયાન વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply