વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. તેમણે જણાવ્યું કે, ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે’ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા.
નેવર્રોએ જણાવ્યુ કે, યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરીયાત માટે રશિયન ક્રૂડનો મોટો ભાગ ખરીદતું હતું, પરંતુ હવે તે તેની તેલની જરૂરિયાતનો ૩૦-૩૫ ટકા રશિયાથી મેળવે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત રશિયન તેલને ડિસ્કાઉન્ટ સાથે ખરીદીને તેને રીફાઇન કરી અન્ય દેશોમાં વેચે છે.
અમેરિકાની ભારત સાથેની વેપાર તુલા પર ચર્ચા કરતાં નેવર્રોએ જણાવ્યું કે, તેને કારણે અમેરિકાના કામદારો અને સામાન્ય જનતાને નુકસાન થાય છે. તેથી, અમેરિકાએ ભારત પર આશરે ૫૦ ટકા ટેરિફ લગાવ્યો છે, જેને તેઓ ‘મહારાજા-ટેરિફ’ કહી રહ્યાં છે.
આ ઉપરાંત, તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત હવે ચીન સાથે પણ સમજૂતી કરી રહ્યું છે, જે અંતે ક્રેમ્લિન માટે ફાયદાકારક બની શકે છે. પીટર નેવર્રોએ ફરી એકવાર કહ્યું, ‘હું ભારતને પસંદ કરું છું, પરંતુ તેના પર ભારે ટેરિફની અસર અંતે અમેરિકાને જ થશે.’

Leave a Reply