Lionel Messi in India : આર્જેન્ટિના ફૂટબોલ સંઘ (AFA) દ્વારા શનિવારે લિયોનેલ મેસીની ભારત યાત્રાની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. વિશ્વ વિજેતા ટીમનો કેપ્ટન નવેમ્બર મહિનામાં કેરળ રાજ્યમાં એક ફ્રેન્ડલી મેચ રમવા આવશે. આ યાત્રા વર્ષના અંતિમ આંતરરાષ્ટ્રીય ફુટબોલ બ્રેક દરમિયાન કરવામાં આવશે. આ પણ વાંચો: હાલ વનડેથી નિવૃત્ત નહીં થાય વિરાટ કોહલી અને...
Day: August 23, 2025
હાલ વનડેથી નિવૃત્ત નહીં થાય વિરાટ કોહલી અને રોહિત શર્મા! BCCIએ જ કર્યું કન્ફર્મ
Rajeev Shukla On Rohit Sharma Virat Kohli Farewell Match: BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ભારતીય વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, બંને હજુ પણ વનડે રમી રહ્યા છે, તો પછી ફેરવેલ મેચની વાત કેમ થઈ રહી છે. બંને ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ...
એશિયા કપ પહેલા ભારતીય ટીમ ટેન્શનમાં, વાઈસ કેપ્ટન ગિલ બીમાર પડ્યો, દુલીપ ટ્રોફીમાં નહીં રમે
Shubman Gill illness: ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટર શુભમન ગિલ એશિયા કપ 2025 પહેલા બીમાર પડ્યો છે. બીમારીને કારણે તે આગામી દુલીપ ટ્રોફીમાં રમશે નહીં. દુલીપ ટ્રોફી 28મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર સુધી બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે રમાશે. આ એક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. 25 વર્ષીય ગિલને નોર્થ ઝોનના કેપ્ટન તરીકે પસંદ...
‘હું એ ચક્કરમાં વધુ બદનામ થયો…’ વિરાટ કોહલી સાથેની ઘટના અંગે રિંકુ સિંહે રસપ્રદ કિસ્સો જણાવ્યો
Virat Kohli Giving Rinku Singh A Bat: IPL 2024 દરમિયાન ભારતીય ટીમ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટર રિંકુ સિંહનો વિરાટ કોહલી પાસેથી બેટ માંગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. રિંકુએ સિંહે હવે આ વાઈરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને એક રસપ્રદ કિસ્સો શેર કરે કર્યો છે. તેમણે કહ્યું કે,’બેટના કારણે હું ...
ઈસરોનો મહત્ત્વાકાંક્ષી વિઝન 2047: આગામી 15 વર્ષમાં 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)એ પોતાના ભવિષ્યના આયોજન માટે વિઝન 2047 રજૂ કર્યું છે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ દેસાઈએ જણાવ્યું કે આગામી 15 વર્ષમાં એટલે કે 2040 સુધી ઈસરો 100થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ઉપગ્રહોમાં મોટાભાગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે, જે જમીન, મહાસાગર અને વાયુમંડળના પ્રયોગો માટે...
પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-રિક્ષાની ટક્કરથી 8ના મોત અને 6 ઘાયલ
બિહારના પટણા જિલ્લામાં શનિવારે (23 ઓગસ્ટ) થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મલમા ગામના કેટલાક લોકો રિક્ષામાં ફતુહા ખાતે ગંગા સ્નાન...
ચમોલીમાં મધરાતે વાદળ ફાટ્યું, થરાલી વિસ્તારમાં તબાહી, એકનું મોત અને અનેક ઘર કાટમાળમાં દટાયા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (22 ઓગસ્ટ) મધરાતે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહથી અનેક ઘર, દુકાનો અને રસ્તાઓ ખોરવાઈ ગયા હતા. થરાલી શહેર, આસપાસના ગામો અને બજારોમાં જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. વહીવટી તંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ...
પંજાબમાં કાર અને LPG ટેન્કરની ભીષણ ટક્કર બાદ વિસ્ફોટ, 2ના મોત અને 50થી વધુ ઘાયલ
પંજાબના હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર શુક્રવારે રાત્રે બનેલી ભીષણ દુર્ઘટનાએ હાહાકાર મચાવી દીધો. રાત્રે આશરે 10:45 વાગ્યે એક LPG ટેન્કર અને કાર વચ્ચે ભારે ટક્કર થઈ, જેના કારણે ગેસ લીક થયો અને ભયાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના ચારથી પાંચ મકાનો અને 15થી વધુ દુકાનો ખાખ થઈ ગયા. ઘણા...
ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ...
ભારતમાં TikTok પરનો પ્રતિબંધ યથાવત્, અનબ્લોક થવાનો દાવો ખોટો હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું
સોશિયલ મીડિયા પર એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાઈનીઝ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTok પર ભારતમાં લગાવવામાં આવેલો પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે. જોકે, સરકારે આ દાવાઓને ખોટા અને ભ્રમજનક ગણાવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે TikTokને અનબ્લોક કરવાનો કોઈ સત્તાવાર આદેશ આપ્યો નથી અને આવા દાવાઓમાં કોઇ સત્ય નથી. દરમિયાન,...









