Day: August 25, 2025

ચીનનો અચાનક નિર્ણય: આઈફોન-17 લોન્ચિંગ પહેલાં જ ફોક્સકોનના 300 એન્જિનિયરોને ભારતમાંથી પરત બોલાવ્યા
Post

ચીનનો અચાનક નિર્ણય: આઈફોન-17 લોન્ચિંગ પહેલાં જ ફોક્સકોનના 300 એન્જિનિયરોને ભારતમાંથી પરત બોલાવ્યા

ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઝડપથી ઊભર્યું છે અને વૈશ્વિક નિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો હાલ આશરે 20 ટકા છે. આવામાં, એપલ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનો નવો આઈફોન-17 લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપના પ્લાન્ટમાં થઈ રહ્યું છે. પરંતુ...

બલિયામાં BJP નેતાની અટકાયત: એન્જિનિયર પર હુમલાના કેસમાં હોબાળો
Post

બલિયામાં BJP નેતાની અટકાયત: એન્જિનિયર પર હુમલાના કેસમાં હોબાળો

ઉત્તર પ્રદેશના બલિયામાં BJP નેતા મુન્ના બહાદુર સિંહએ વીજળી વિભાગના એન્જિનિયર શ્રીલાલ સિંહ પર માર મારવાના આરોપમાં ધરપકડ થયા બાદ દૃશ્યરોચક ઘટના બની. રવિવારે (24મી ઓગસ્ટ) જ્યારે તેમને તબીબી તપાસ માટે જિલ્લામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે તેમણે પોલીસ વાહનમાં બેસવાનું ઇનકાર કર્યું. તેમના સમર્થકો ત્યાં ઉમટયા અને પોલીસ સામે હોબાળો મચાવ્યો. અંતે, પોલીસ કર્મીઓએ...

ધારાસભ્યો સામે સરકારી બાબુઓ ‘લાચાર’, સરકાર બહાર લાવી ફરમાન
Post

ધારાસભ્યો સામે સરકારી બાબુઓ ‘લાચાર’, સરકાર બહાર લાવી ફરમાન

ગુજરાતમાં રાજ્યના ધારાસભ્યો સામે સરકારી બાબુઓનું અક્રિય વર્તન સરકારે ચિંતાજનક ઠરાવ્યું છે. ભાજપના અનેક ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં આવનારા પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલવામાં વિલંબ થતા, સરકારે સખત સુચના બહાર પાડવી પડી છે. હવે અધિકારીઓને ફરમાન આપવામાં આવ્યું છે કે ધારાસભ્યોની મુલાકાતના દિવસે ફરજિયાત હાજર રહેવું અને તેમના કામો માટે મદદરૂપ થવું ફરજિયાત છે. તાજેતરના...

અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ
Post

અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં નિકોલ વિસ્તારમાં રહેતા દંપતિએ પોતાના નવજાત બાળકને સારવાર દરમિયાન ત્યજી દીધું હતું. હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખીને તેનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કમનસીબે બાળકનું મૃત્યુ થતાં આ બનાવે અરેરાટી મચાવી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દંપતિ પોતાના ચાર દિવસના બાળકને 16 ઓગસ્ટે સારવાર...

અમેરિકાનું કડક પગલું: ભારત પર વધારાના ટેરિફ લગાવ્યા
Post

અમેરિકાનું કડક પગલું: ભારત પર વધારાના ટેરિફ લગાવ્યા

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન પર બોમ્બમારો અટકાવવા માટે કડક આર્થિક દબાણની રણનીતિ અપનાવી છે, જેમાં ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવવાનો પણ સમાવેશ થાય છે. એનબીસી ન્યૂઝના કાર્યક્રમ મીટ ધ પ્રેસ દરમિયાન વેન્સે સ્પષ્ટ કર્યું કે આ પગલાંનો હેતુ રશિયાની ઓઇલ ઇકોનોમીમાંથી થતી આવક ઘટાડવાનો છે, જેથી તે...

“1971ના નરસંહાર બદલ પહેલા માફી માગો”: બાંગ્લાદેશનો પાકિસ્તાનને કડક સંદેશ
Post

“1971ના નરસંહાર બદલ પહેલા માફી માગો”: બાંગ્લાદેશનો પાકિસ્તાનને કડક સંદેશ

દક્ષિણ એશિયામાં પહેલેથી જ એકલવાયું બનેલું પાકિસ્તાન હવે બાંગ્લાદેશના કડક વલણનો સામનો કરી રહ્યું છે. ઢાકાએ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય સમજૂતી કે સંબંધોને મજબૂત બનાવવા પહેલા પાકિસ્તાનને 1971ના નરસંહાર બદલ ઔપચારિક લેખિત માફી માગવી પડશે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને આ માંગણી રવિવારે ઢાકામાં યોજાયેલી એક બેઠકમાં પાકિસ્તાનના નાયબ...

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Post

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શો પૂર્ણ થયા બાદ નરેન્દ્ર...

ભારતનો દ્રઢ અવાજ: ‘જ્યાંથી સસ્તું ઓઈલ મળશે ત્યાંથી જ ખરીદીશું’, રાજદૂત વિનય કુમારનું નિવેદન
Post

ભારતનો દ્રઢ અવાજ: ‘જ્યાંથી સસ્તું ઓઈલ મળશે ત્યાંથી જ ખરીદીશું’, રાજદૂત વિનય કુમારનું નિવેદન

ભારતના ક્રૂડ ઓઈલના વપરાશને લઈને હાલ વૈશ્વિક સ્તરે ચર્ચા જોર પકડી રહી છે. અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે અને 50 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. આ પરિસ્થિતિમાં રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટ જણાવ્યું કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો અને આર્થિક હિતોને ધ્યાને રાખીને જ કોઈપણ દેશ...