આધાર બાયોમેટ્રિક અપડેટ માટે શાળાઓમાં ખાસ કેમ્પ યોજાશે, UIDAIએ રાજ્યોને આપ્યું સૂચન

આધાર બાયોમેટ્રિક અપડેટ માટે શાળાઓમાં ખાસ કેમ્પ યોજાશે, UIDAIએ રાજ્યોને આપ્યું સૂચન

UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ દેશભરના શાળાઓને 5 થી 15 વર્ષની વયના બાળકોના આધાર કાર્ડમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) સમયસર પૂર્ણ કરવા અપીલ કરી છે. UIDAIના CEO ભૂવનેશ કુમારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી શાળાઓમાં વિશેષ કેમ્પ યોજવાની ભલામણ કરી છે.

UIDAI દ્વારા જણાવાયું છે કે શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે મળીને આધાર અપડેટની સ્થિતિને યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી લાખો વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા સરળ બની શકે.

અધિકારીઓએ માહિતી આપી કે હાલમાં અંદાજે 17 કરોડ આધાર નંબરો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ બાકી છે. 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરે આધાર બાયોમેટ્રિક અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે, નહીં તો ભવિષ્યમાં સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં તેમજ NEET, JEE, CUET જેવી સ્પર્ધાત્મક અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં રજિસ્ટ્રેશન દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

UIDAIના CEOએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અભિયાનમાં સહયોગ આપવા અને કેમ્પ યોજવા અનુરોધ કર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published.