જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ભારતીય સેનાએ વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઢેરી પાડ્યા છે. સેનાના જણાવ્યા મુજબ, આ સંયુક્ત ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ ગુપ્ત માહિતીના આધારે હાથ ધર્યું હતું. ગોળીબારમાં બે આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે વિસ્તારમાં હાલ...
Day: August 28, 2025
IPL ચેમ્પિયન RCB એ 3 મહિના પછી મૌન તોડ્યું, ’12th મેન આર્મી’ ના નામે લખ્યો ભાવુક પોસ્ટ
RCB Cares: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ગુરુવારે (28મી ઑગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ત્રણ મહિનાનું મૌન તોડ્યું અને તેના ચાહકોને ભાવનાત્મક સંદેશ આપ્યો. આ ઉપરાંત ’12th મેન આર્મી’ અને ‘RCB કેર્સ’ નામની એક નવી પહેલની પણ જાહેરાત કરી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય જૂનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા ચાહકોના પરિવારોને મદદ કરવાનો અને ઈજાગ્રસ્તોને સહાય પૂરી...
જો હું દુલીપ ટ્રોફી માટે ફીટ છું તો એશિયા કપ માટે કેમ નહીં…’, મોહમ્મદ શમીનું દર્દ છલકાયું
Mohammed Shami: ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પાંચ બોલરોની પસંદગી કરી છે, જેમાંથી ત્રણ ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહની આગેવાનીમાં રહેશે, પરંતુ શમીને ટીમ અને રિઝર્વ બંનેમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શમીને એશિયા કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા...
‘વિરાટ કોહલી શ્રેષ્ઠ વિદાયનો હકદાર હતો, હજુ તેની પાસે…’, BCCIના વલણ સામે ઊઠ્યાં સવાલ
Virat Kohli Deserved A Better Farewell: વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિને ઘણાં ક્રિકેટ પંડિતો અને ચાહકો હજુ સુધી પચાવી શક્યા નથી. તેમાંથી એક 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને પૂર્વ પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંત છે. તેમણે BCCIના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘જ્યારે આ બે દિગ્ગજોએ અચાનક...
સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, નર્મદા નદી વિસ્તાર માટે એલર્ટ જાહેર
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે. ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર પહોંચી ગઈ છે, જ્યારે મહામ લેવલ 138.68 મીટર છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1.72 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે, જે કારણે સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જળના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના કેટલાક દરવાજા 28 ઓગસ્ટે સવારે...
દીકરીના જન્મદિવસની ખુશી શોકમાં ફેરવાઈ: વિરારમાં ઈમારત ધરાશાયી, 15ના મોત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા વિરાર (પૂર્વ)માં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. ઘટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની, જ્યાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ઘરમાં સજાવટ કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી ચાલી રહી હતી. પરંતુ કેક કાપ્યાના માત્ર...
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન: 36ના મોત, 3,500થી વધુને ખસેડાયા
જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુમારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયંકર ભૂસ્ખલન થયું, જેમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોતની જાણ થઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ઘણાં લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હવામાનની અસરને પગલે અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત...
મિઝોરમમાં ભિખ માગવા પર પ્રતિબંધ: વિધાનસભામાં બિલ પાસ, ભિખારીઓના પુનર્વસન પર ભાર
મિઝોરમ વિધાનસભાએ 27મી ઓગસ્ટે ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પાસ કર્યું, જેના હેઠળ રાજ્યમાં ભિખ માગવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ કાયદાનો મુખ્ય હેતુ ભિખારીઓને માત્ર રોકવાનું જ નહીં, પરંતુ તેમને મદદ, રોજગાર અને પુનર્વસન દ્વારા સમાજમાં સ્થિર બનાવવાનો છે. સરકાર બિલ અંતર્ગત એક રાહત બોર્ડ રચશે અને એક રિસીવિંગ સેન્ટર સ્થાપિત કરશે, જ્યાં...
ટ્રમ્પના આદેશ બાદ પાંચ કલાકમાં મોદીએ યુદ્ધ રોક્યું: રાહુલ ગાંધીનો આક્ષેપ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહ્યા છે. તેમની રેલી મુઝફ્ફરપુરમાં યોજાઈ હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના નેતા એમ.કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ...
ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના બહુરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસ ‘બ્રાઇટ સ્ટાર 2025’માં ભાગ લેશે
નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોના 700થી વધુ જવાનો ઇજિપ્તમાં યોજાનારા બહુરાષ્ટ્રીય લશ્કરી અભ્યાસ ‘બ્રાઇટ સ્ટાર 2025’માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. અમેરિકાની આગેવાની હેઠળ થનારી આ કવાયત ઇજિપ્તમાં યોજાશે અને તે મધ્યપૂર્વનો સૌથી મોટો લશ્કરી અભ્યાસ ગણાય છે. આ સંયુક્ત યુદ્ધાભ્યાસમાં કુલ 43 દેશ ભાગ લેશે....









