ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા અંગેની વિગતવાર નોંધ કરવામાં આવશે. ઉપરાંત, કચરો અલગ રીતે એકઠો થાય તે માટે સ્ટિકર લગાવેલા ડસ્ટબિન અને બેરલ મુકવામાં આવશે.
આગની કોઈપણ આશંકાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની પાંચ ટીમોને પણ અલગ-અલગ કુંડ અને પંડાલ ખાતે તહેનાત કરવામાં આવી છે.
પ્રતિ વર્ષે જેમ ભાવિકો એક દિવસથી લઈ દસ દિવસ સુધી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિપૂર્વક વિસર્જન કરતા હોય છે, તેવી જ રીતે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે એક કુંડ બનાવવા માટે અંદાજે રૂ. 15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply