ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સનું નિવેદન: “પ્રમુખ એકદમ ફિટ અને ઊર્જાવાન”

ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સનું નિવેદન: “પ્રમુખ એકદમ ફિટ અને ઊર્જાવાન”

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના નિવેદનો અને નિર્ણયો માટે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ઊભી થઈ છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સે જાહેરમાં કહ્યું કે, “ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની અંદર અદ્ભુત ઊર્જા છે.”

વેન્સે વધુમાં કહ્યું કે, “ટ્રમ્પ માત્ર તેમનો કાર્યકાળ પૂરું જ નહીં કરે, પરંતુ ભવિષ્યમાં અમેરિકન નાગરિકો માટે ઐતિહાસિક કાર્ય કરશે. હું ઉપપ્રમુખ તરીકે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છું. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાય, તો હું જવાબદારી સંભાળવા સક્ષમ છું.”

Trump covering up 'IV wounds with makeup'? Internet hints at 'congestive  heart failure' amid Biden deja vu - Trending News | The Financial Express

ટ્રમ્પની તંદુરસ્તી પર વિશ્વાસ

એક ઇન્ટરવ્યુમાં વેન્સે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ દિવસ-રાત કામ કરનારા નેતા છે. તેમણે કહ્યું કે, “મને પૂર્ણ વિશ્વાસ છે કે અમેરિકન પ્રમુખનું સ્વાસ્થ્ય ઉત્તમ છે. તેઓ પોતાની અવધિ સફળતાપૂર્વક પૂરી કરશે અને દેશ માટે વિશેષ કાર્ય કરશે.”

પ્રમુખ બનવા અંગેનો જવાબ

40 વર્ષીય જેડી વેન્સ, જે અમેરિકાના ઇતિહાસમાં ત્રીજા સૌથી યુવા ઉપપ્રમુખ છે, તેમણે પોતાની ભૂમિકા વિશે જણાવ્યું કે, “જો ટ્રમ્પને કંઈ થાય તો હું પ્રમુખ બનવા માટે તૈયાર છું. ઉપપ્રમુખ તરીકે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું એ મારી ફરજ છે. છેલ્લા 200 દિવસમાં મળેલ અનુભવ પોતે જ એક ઉત્તમ ટ્રેનિંગ છે. કોઈ મોટી ઘટના બને, તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું.”

Doctor's 'concern' for Donald Trump's health after worrying sign appears |  World | News | Express.co.uk

ટ્રમ્પ – અમેરિકાના સૌથી વૃદ્ધ પ્રમુખ

જાન્યુઆરીમાં શપથ લીધા પછી ટ્રમ્પ 78 વર્ષ અને સાત મહિનાની ઉંમરે અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બન્યા. જો તેઓ હાલનો કાર્યકાળ પૂર્ણ કરશે, તો તેઓ ઈતિહાસમાં સૌથી વૃદ્ધ પ્રમુખ તરીકે નોંધાશે. હાલ તેઓ ત્રીજા કાર્યકાળ માટે લાયક નથી, તેમ છતાં તેમણે 2028ની ચૂંટણીમાં ભાગ લેવાના સંકેત ઘણા વખત આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.