![]() |
|
| Image source: IANS |
ધોનીએ શું કહ્યું?
એક ઇવેન્ટમાં પાંચ વાર ટાઇટલ જીતનાર CSKની ટીમના મહત્ત્વના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, ‘હું અને CSK, અમે સાથે છીએ. આવનારા 15-20 વર્ષ સુધી પણ અમે સાથે રહીશું. એવું ના વિચારતા કે હું 15-20 વર્ષ ક્રિકેટ રમીશ.’
હંમેશા પીળી જર્સી માટે રહીશ
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે હું હંમેશાં કહેતો આવ્યો છું કે મારી પાસે નિર્ણય લેવા માટે ખૂબ સમય છે, પરંતુ જો તમે CSKની ટીમ માટે પૂછી રહ્યા છો તો કહીશ કે હું હંમેશા પીળી જર્સીમાં જ રહીશ, ભલે હું રમું કે ન રમું તે અલગ વાત છે. CSKએ મને એક સારો ક્રિકેટર બનવામાં ખૂબ મદદ કરી છે. તેણે કહ્યું કે ‘છેલ્લી સિઝન અમારી માટે સારી નહોતી, પરંતુ મને આશા છે કે IPL 2026માં અમે સારો દેખાવ કરીશું,’ નોંધનીય છે કે IPL 2025માં CSKએ માત્ર 14 માંથી ફક્ત 4 મેચ જ જીતી હતી.


Leave a Reply