બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’

બિહારમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, રાહુલ ગાંધીનો નિવેદન: ‘સત્ય અને બંધારણની રક્ષા કરશું’

બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘સત્ય અને અહિંસા સામે અસત્ય અને હિંસા ટકી શકતા નથી. જેટલું મારવું-તોડવું હોય એટલું મારો અને તોડો, અમે સત્ય અને બંધારણનું રક્ષણ કરતા રહીશું. સત્યમેવ જયતે.’ વાસ્તવમાં, ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા અંગે કથિત અભદ્ર ભાષાનો ઉપયોગ થયા બાદ ભાજપે પટણા માર્ચ કાઢી, જે દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ.

મીડિયા એજન્સી દ્વારા પ્રકાશિત વીડિયો પ્રમાણે, બંને પક્ષના કાર્યકરો ઝપાઝપી કરતા અને એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા. કાર્યાલયમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તૂટી ગયા અને પથ્થરમારો થયો. કેટલીક ઘટના દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા, જેમાં એક કાર્યકરનું માથું ફાટી ગયું. પોલીસ પરિસ્થિતિને અંકુશમાં લેવા બળનો ઉપયોગ કરી રહી છે.

દરભંગામાં બુધવારે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર રેલી દરમિયાન અમુક લોકોએ મંચ પરથી વડાપ્રધાન અને તેમની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી, જેના વિવાદ બાદ વિરુદ્ધ પક્ષે વિરોધ નોંધાવ્યો. પોલીસને આરોપી રિઝવી ઉર્ફ રાજાની ધરપકડ કરી છે. BJPના ધારાસભ્ય નીતિન નાબીએ કહ્યું કે બિહારમાં માતાનું અપમાન કરવા બદલ કોંગ્રેસને જવાબદારી લેવી જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published.