ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતી વખતે પંતને આંગળીમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ માન્ચેસ્ટર ટેસ્ટમાં પગમાં મોટી ઈજા થતા તેને મેદાન છોડવું પડ્યું. આ ઈજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતા ઊભી કરી. આ ઘટનાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને નવો...
Day: August 16, 2025
પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે. આ મુલાકાત લગભગ ત્રણ...
‘વિરાટ અને રોહિતને રમવું હતું પણ તેમને જતા રહેવા કહેવાયું…’ દિગ્ગજ ક્રિકેટરનો ધડાકો
Virat Kohli and Rohit Retirement : ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. દરેક ચાહક જાણે છે કે તે બંને હજુ સુધી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા માંગતા ન હતા. રોહિત અને વિરાટ બંને ઇંગ્લેન્ડ પ્રવાસની તૈયારી કરી રહ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય...
‘હું પણ ધોનીને કારણે ટીમથી બહાર થયો’ સહેવાગ બાદ વધુ એક દિગ્ગજ ક્રિકેટરનું દર્દ છલકાયું
Irfan Pathan reveals about MS Dhoni: પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પોતાની ક્રિકેટ કારકિર્દી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઇરફાન પઠાણે કહ્યું કે, ‘2009માં મને ટીમમાંથી બહાર કરવા પાછળ તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો મુખ્ય રોલ હતો. શ્રીલંકા સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા છતાં 2009ના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર મને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો...
શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
પંચમહાલ જિલ્લાના શહેરા નજીક શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના સામે આવી છે. મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી અચાનક શિવલિંગ પ્રગટ થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. ઝાડીઓ વચ્ચે શિવલિંગ દેખાતાં જમીન માલિક અને આસપાસના લોકોએ તરત જ તેની જાણ કરી અને પૂજા-અર્ચના શરૂ કરી. આ ઘટના વાયુવેગે શહેરા...
જયપુરમાં હિટ એન્ડ રન કાંડ: નિવૃત્ત આર્મી કેપ્ટનને કારે કચડતાં મોત, સીસીટીવી ફૂટેજ વાયરલ
રાજસ્થાનના જયપુરમાં સ્વતંત્રતા દિવસની સવારે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ આર્મી કેપ્ટન નરસારામ જાજડા સાઇકલથી ચિત્રકૂટ સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે નિવૃત્ત કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં...
ભારત-પાકિસ્તાનના ભાગલા માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર : NCERTનું નવું અભ્યાસક્રમ
ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા મળી, પરંતુ સાથે જ દેશને ભાગલાનો કદી ન ભરાય એવો ઘા પણ મળ્યો. આ ભાગલા દરમિયાન થયેલી હિંસા, લૂંટફાટ અને હત્યાઓએ કરોડો લોકોને અસર કરી અને તેમનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. વિદ્યાર્થીઓ સુધી આ પીડા પહોંચાડવા માટે NCERTએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક ખાસ અભ્યાસક્રમ બહાર પાડ્યો છે,...
પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, ઝેલેન્સ્કીને તાત્કાલિક વોશિંગ્ટન બોલાવ્યા
અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને ફોન કરીને તાત્કાલિક અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે. શનિવારે પુતિન સાથે થયેલી શિખર મંત્રણા પછી ટ્રમ્પે ઝેલેન્સ્કીને બેઠકના મુદ્દાઓ વિશે જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝેલેન્સ્કી 18 ઓગસ્ટે જ અમેરિકા પહોંચશે અને સોમવારે ટ્રમ્પને મળશે. અહેવાલ મુજબ,...
શિવપુરીમાં ભીષણ અકસ્માત: 4 ગુજરાતી કલાકારોનાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવારે વહેલી સવારે નેશનલ હાઇવે-27 પર ભીષણ અકસ્માત થયો હતો. ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર ગુજરાતી કલાકારોનાં કરુણ મોત થયા છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સવારે લગભગ 5.30 વાગ્યે બન્યો હતો. મળતી માહિતી અનુસાર, 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની...
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી! અખબારનગર સહિત અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં
અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમરોળ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અખબારનગર અંડરપાસ સહિત ઘણા અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા તે બંધ કરવાની ફરજ પડી છે. મીઠાખળી અંડરપાસમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાતા તે પણ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....









