T20 વર્લ્ડ કપ 2026: સેમિ ફાઈનલનો જંગ, શું ન્યૂઝીલેન્ડ 19 વર્ષનો ઈતિહાસ બદલી શકશે? કાલે સાઉથ આફ્રિકા સામે ટક્કર

Home » Latest Update » T20 વર્લ્ડ કપ 2026: સેમિ ફાઈનલનો જંગ, શું ન્યૂઝીલેન્ડ 19 વર્ષનો ઈતિહાસ બદલી શકશે? કાલે સાઉથ આફ્રિકા સામે ટક્કર
t20-વર્લ્ડ-કપ-2026:-સેમિ-ફાઈનલનો-જંગ,-શું-ન્યૂઝીલેન્ડ-19-વર્ષનો-ઈતિહાસ-બદલી-શકશે?-કાલે-સાઉથ-આફ્રિકા-સામે-ટક્કર

SA vs NZ: T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટની પહેલી સેમિ ફાઈનલ બુધવારે(4 માર્ચ) કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે, જેમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને હશે. આ મુકાબલો માત્ર ફાઈનલની ટિકિટ માટે જ નથી, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમ માટે 19 વર્ષ જૂના ઈતિહાસને બદલવાની મોટી તક છે. બીજી તરફ, ગુરુવારે(5 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઈનલ રમાશે.

આફ્રિકા સામે ક્યારેય જીત્યું નથી ન્યૂઝીલેન્ડ

સાઉથ આફ્રિકાની ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને નેટ રન રેટમાં પછાડીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી છે. ન્યૂઝીલેન્ડ કેપ્ટન મિચેલ સેન્ટનર સામે સૌથી મોટો પડકાર આંકડાઓનો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ ક્યારેય સાઉથ આફ્રિકાને હરાવી શક્યું નથી. 2007થી 2026 સુધી બંને ટીમો વર્લ્ડ કપમાં 5 વાર ટકરાઈ છે અને પાંચેય વખત આફ્રિકાનો વિજય થયો છે. તાજેતરમાં ચેન્નાઈમાં રમાયેલા ગ્રુપ મેચમાં પણ સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

આ પણ વાંચો: દુબઈમાં ફસાયેલી ઓલિમ્પિક સ્ટાર સુરક્ષિત ભારત પહોંચી, વાપસી બાદ લખી ભાવુક પોસ્ટ

વ્યૂહનીતિ અને હેડ-ટુ-હેડ આંકડા

ઓવરઓલ T20 ઈન્ટરનેશનલ મેચોની વાત કરીએ તો, બંને વચ્ચે રમાયેલી 19 મેચોમાંથી 12 મેચ સાઉથ આફ્રિકાએ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર 7 મેચ જીતી શક્યું છે. એડન માર્કરામની કેપ્ટન્સીમાં આફ્રિકા સતત બીજી વાર ફાઈનલમાં પહોંચવા માટે ફેવરિટ માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે ઈડન ગાર્ડન્સની પીચ પર ન્યૂઝીલેન્ડ ટીમ કોઈ નવી વ્યૂહનીતિ સાથે નવો ઈતિહાસ રચે છે કે પછી આફ્રિકાની જીતનો સિલસિલો યથાવત રહે છે.

T20 વર્લ્ડ કપ 2026: સેમિ ફાઈનલનો જંગ, શું ન્યૂઝીલેન્ડ 19 વર્ષનો ઈતિહાસ બદલી શકશે? કાલે સાઉથ આફ્રિકા સામે ટક્કર 2 - image

Leave a Reply

Your email address will not be published.