ટીમ ઈન્ડિયામાં સંજુને રમાડવા ગૌતમ ગંભીર બધાથી ઝઘડ્યો… શોએબ અખ્તરનો ચોંકાવનારો દાવો

Home » Latest Update » ટીમ ઈન્ડિયામાં સંજુને રમાડવા ગૌતમ ગંભીર બધાથી ઝઘડ્યો… શોએબ અખ્તરનો ચોંકાવનારો દાવો
ટીમ-ઈન્ડિયામાં-સંજુને-રમાડવા-ગૌતમ-ગંભીર-બધાથી-ઝઘડ્યો…-શોએબ-અખ્તરનો-ચોંકાવનારો-દાવો

ટીમ ઈન્ડિયામાં સંજુને રમાડવા ગૌતમ ગંભીર બધાથી ઝઘડ્યો… શોએબ અખ્તરનો ચોંકાવનારો દાવો

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News

Google News

ટીમ ઈન્ડિયામાં સંજુને રમાડવા ગૌતમ ગંભીર બધાથી ઝઘડ્યો... શોએબ અખ્તરનો ચોંકાવનારો દાવો 1 - image

Gambhir Fought For Sanju Samson :  ટી-20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા ફાઈનલની ઉબંબરે આવીને ઉભી છે, ત્યારે આખી દુનિયામાં એક જ નામની ગૂંજ સંભળાય રહી છે – સંજુ સેમસન. વેસ્ટ ઈન્ડિઝ સામેના ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ’માં 97 રનની અણનમ ઇનિંગ હોય કે ઈંગ્લેન્ડ સામેની સેમિ ફાઇનલમાં 89 રન, સંજુએ સાબિત કરી દીધું છે કે તે શા માટે સ્પેશિયલ પ્લેયર છે. પરંતુ, આ સફળતા પાછળ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો મોટો હાથ હોવાનું પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દાવો કર્યો છે. 

ગૌતમ ગંભીર સંજુ માટે લડ્યો 

પાકિસ્તાની સ્પોર્ટ્સ શો ‘ગેમ ઓન હૈ’ પર ચર્ચા દરમિયાન શોએબ અખ્તરે મોટું નિવેદન આપ્યું હતું. અખ્તરે કહ્યું કે, “સંજુ સેમસન 2014-15થી ભારતીય ક્રિકેટ સર્કિટમાં છે, પરંતુ તેને તક મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડી. એમ.એસ. ધોની અને દિનેશ કાર્તિક જેવા દિગ્ગજોના કારણે તેને નિયમિત મોકા મળતા નહોતા.”

અખ્તરે વધુમાં ઉમેર્યું કે, “આ વર્લ્ડ કપમાં પણ ગૌતમ ગંભીરે સંજુને ટીમમાં લાવવા માટે સિલેક્ટર્સ અને અન્ય લોકો સામે લડત આપી હતી. સંજુનું સિલેક્શન લગભગ ‘જબદસ્તી’ અને ઘણી તપાસ બાદ કરવામાં આવ્યું છે. તે શરૂઆતમાં પ્લેઈંગ XI નો ભાગ પણ નહોતો, પરંતુ ગંભીરના વિશ્વાસને સંજુએ સાચો ઠેરવ્યો છે.”

આ પણ વાંચો : Baroda : બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ

સંજુ સેમસનને તક અને તરખાટ

વર્લ્ડ કપની શરૂઆતમાં સંજુ સેમસન બેન્ચ પર બેઠો હતો, પરંતુ જ્યારે તેને મેદાનમાં ઉતારવામાં આવ્યો ત્યારે તેણે બંને હાથે તક ઝડપી લીધી હતી. વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલમાં 196 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા સંજુએ 97 રનની અણનમ ઇનિંગ રમી ભારતને જીત અપાવી. આ ઉપરાંત હાઇવોલ્ટેજ ડ્રામાવાળી ઇંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં 89 રન ફટકારી ભારતને ફાઈનલની ટિકિટ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઈતિહાસ?

હવે ટીમ ઈન્ડિયાનો અંતિમ મુકાબલો 8 માર્ચ, 2026 ના રોજ ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો ભારત આ મેચ જીતશે, તો ક્રિકેટના ઇતિહાસમાં બે મોટા રેકોર્ડ બનશે.

1. ટાઈટલ ડિફેન્ડ: ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આજ સુધી કોઈ ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ (લગભગ બીજી વાર સળંગ જીતવું) કરી શકી નથી. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાથી આ ઈતિહાસ રચી શકે છે.

2. હોમ ગ્રાઉન્ડ પર જીત: આજ સુધી કોઈ પણ યજમાન દેશે પોતાના ઘરે ટી-20 વર્લ્ડ કપ જીત્યો નથી. ભારત પાસે આ દુષ્કાળ ખતમ કરવાની સોનેરી તક છે.

સેમસન પર વિશ્વાસ

ગૌતમ ગંભીરની રણનીતિ અને સંજુ સેમસનનું બેટ અત્યારે શાનદાર લયમાં છે. રવિવારે રમાનારી ફાઈનલમાં પણ જો સંજુનું બેટ ચાલશે, તો ભારત સતત બીજીવાર વિશ્વ વિજેતા બનીને ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે નામ અંકિત કરી દેશે.

Leave a Reply

Your email address will not be published.