“Bring something new”: Suryakumar Yadav hits back at Santner | 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ ફાઈનલ મેચ રમાશે. જે પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દેશોના કેપ્ટન વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું છે.
કશુંક નવું લાવો: સૂર્યકુમાર યાદવ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેંટનરે કહ્યું હતું કે તેમની ટીમ ભારતીય દર્શકોને શાંત કરાવવા પ્રયાસ કરશે. જે બાદ સૂર્યકુમાર યાદવે જવાબ આપ્યો છે કે, સૌ કોઈ એક જ વાક્ય વારંવાર બોલી રહ્યા છે. કશુંક નવું લાવો!
નોંધનીય છે કે 2023 વનડે વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને શાંત કરાવી દઇશું.
ન્યૂઝીલેન્ડના કેપ્ટને કહ્યું હતું- ભારતીયોના દિલ તોડી જીતીશું વર્લ્ડકપ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેંટનરે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે, મને ટ્રોફી જીતવામાં મોટી અડચણ નહીં પડે. કારણ કે તમે અમારી ટીમ જુઓ. અમે આખી ટુર્નામેન્ટમાં સ્થિર રહ્યા છીએ. અમારી ટીમ કોઈ બીજી ટીમના દબાણમાં નથી આવતી. અમે બસ લોકોના દિલ તોડી ટ્રોફી જીતવા પર ધ્યાન આપીશું. ટ્રોફી જીતવા માટે ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ અમને વાંધો નથી. ભારતીય ટીમ પર ઘરઆંગણે જ ટ્રોફી જીતવાનું દબાણ છે. અમે તો આજે પ્રેક્ટિસ કરીશું અને આવતીકાલે મેચમાં સારું રમીશું.

Leave a Reply