IPL 2026 પહેલા ટીમોને લાગ્યો મોટો ઝટકો, હર્ષિત રાણાથી લઈને પેટ કમિન્સ સુધી, આ સ્ટાર ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત

Home » Latest Update » IPL 2026 પહેલા ટીમોને લાગ્યો મોટો ઝટકો, હર્ષિત રાણાથી લઈને પેટ કમિન્સ સુધી, આ સ્ટાર ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત
ipl-2026-પહેલા-ટીમોને-લાગ્યો-મોટો-ઝટકો,-હર્ષિત-રાણાથી-લઈને-પેટ-કમિન્સ-સુધી,-આ-સ્ટાર-ખેલાડીઓ-થયા-ઈજાગ્રસ્ત

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026

IPL 2026 Injury Update: IPL 2026 પહેલા ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. IPL 2026ની હજુ શરૂઆત નથી થઈ ત્યાં તો ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હર્ષિત રાણાથી લઈને પેટ કમિન્સ સુધીના સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેને લઈને અનેક સ્ટાર ખેલાડીઓ રમશે કે નહીં તેની શંકા છે. જ્યારે કેટલાક ખેલાડીઓ તો પહેલાથી સિઝનથી બહાર છે. ખેલાડીઓની ઈજા મામલે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)થી લઈને સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સને પણ ચિંતા છવાઈ છે. 

અત્યાર સુધી મોટાભાગે હર્ષિત રાણા, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સના કારણે તેમની IPL ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓની લિસ્ટમાં સતત નવા નામ ઉમેરવામાં આવી રહ્યા છે. 

હર્ષિત ઈજાગ્રસ્ત હોવાના કારણે KKRને મોટો ફટકો 

હર્ષિત રાણા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી શકશે નહીં. હર્ષિતે છેલ્લા બે સિઝનમાં કુલ 34 વિકેટ લીધી છે. હર્ષિત ઈજાગ્રસ્ત થવાના કારણે KKRને મોટો ફટકો પડશે. હર્ષિતને સાઉથ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. જ્યારે ફાસ્ટ બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે IPL 2026માંથી બહાર થઈ ગયો છે, જેની ચેન્નાઈ સુપર કિંગ્સને અસર પડશે.

સેમ કરન આ વર્ષે રાજસ્થાન રોયલ્સ માટે રમવાનો હતો, પરંતુ ગ્રોઈન ઈન્જરીના કારણે તે બહાર થઈ ગયો છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે જેક એડવર્ડ્સ IPL ડેબ્યુ કરવાનો હતો, પરંતુ પગમાં ઈજા થવાના કારણે તેને હવે ડેબ્યુ માટે રાહ જોવી પડશે.

ઈજાને કારણે પેટ કમિન્સ સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆતની મેચો નહીં દેખાય

પેટ કમિન્સ સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆતની મેચો માટે ઉપલબ્ધ નહીં રહે. ઈજાને કારણે 2026ના T20 વર્લ્ડ કપમાં પણ તે રમી શક્યો ન હતો. મિચેલ સ્ટાર્ક, લોકી ફર્ગ્યુસન, મેથ્યુ શોર્ટ, ઈશાન મલિંગા અને અથર્વ અંકોલેકર મંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ નહીં કરી શકે.

આ પણ વાંચો: IPL 2026 પહેલા ટીમોનું ટેન્શન વધ્યું! એકસાથે 4 સ્ટાર બોલર્સ રહેશે ગેરહાજર, જુઓ લિસ્ટ

ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંપૂર્ણ લિસ્ટ

હર્ષિત રાણા

નાથન એલિસ

સેમ કરન

પેટ કમિન્સ

જેક એડવર્ડ્સ

મિચેલ સ્ટાર્ક

ઈશાન મલિંગા

લોકી ફર્ગ્યુસન

અથર્વ અંકોલેકર

મેથ્યુ શોર્ટ