‘પાકિસ્તાનમાં રમવા આવશો તો જાનથી મારી નાખીશું…’, PSL પહેલા વિદેશી ખેલાડીઓને મળી ખુલ્લી ધમકી

Home » Latest Update » ‘પાકિસ્તાનમાં રમવા આવશો તો જાનથી મારી નાખીશું…’, PSL પહેલા વિદેશી ખેલાડીઓને મળી ખુલ્લી ધમકી
‘પાકિસ્તાનમાં-રમવા-આવશો-તો-જાનથી-મારી-નાખીશું…’,-psl-પહેલા-વિદેશી-ખેલાડીઓને-મળી-ખુલ્લી-ધમકી

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News

Google News

'પાકિસ્તાનમાં રમવા આવશો તો જાનથી મારી નાખીશું...', PSL પહેલા વિદેશી ખેલાડીઓને મળી ખુલ્લી ધમકી 1 - image

TTP Terror Group Threats to Foreign Players : પાકિસ્તાન સુપર લીગ(PSL) 2026 શરૂ થતાં પહેલા આ ટુર્નામેન્ટ પર જોખમ વર્તાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના જૂથે જમાત-ઉલ-અહરારે વિદેશી ખેલાડીઓને લઈને ધમકી આપી છે. આતંકવાદી સંગઠને ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ‘તેઓ તેમના ખેલાડીઓને PSLમાં રમવા માટે પાકિસ્તાન ન મોકલે. એક વરિષ્ઠ કમાન્ડરને ટાંકીને જૂથે જણાવ્યું હતું કે, જો ખેલાડીઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેઓ જવાબદાર રહેશે નહીં.’

PSL પહેલા વિદેશી ખેલાડીઓને મળી ખુલ્લી ધમકી

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ધમકી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે અને તેની પુષ્ટિ પણ કરવામાં આવી છે. કમાન્ડરે તો એટલું કહી દીધું કે, ‘તેઓ કોશિશ કરશે કે મેચ ન થાય અને ખેલાડીઓ મેદાનમાં ન ઉતરે.’

આ ધમકી વચ્ચે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ જેવા સ્ટાર ખેલાડીઓ PSL 2026માં રમવાના છે. જેમાં વોર્નર કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરેશે. જ્યારે સ્મિથ મુલ્તાન સુલ્તાંસ તરફથી ડેબ્યુ કરશે અને તે પાકિસ્તાન પહોંચી ચૂક્યો છે.

પાકિસ્તાનમાં રમવા આવશો તો જાનથી મારી નાખીશું: આતંકવાદી સંગઠન

આ ખેલાડીઓ ઉપરાંત માર્નસ લાબુશેન, મોઈન અલી, ડેવોન કોનવે અને એડમ ઝામ્પા જેવા ઘણા વિદેશી સ્ટાર્સ પણ આ લીગનો ભાગ છે. આતંકવાદી સંગઠને ખાસ કરીને વોર્નર અને સ્મિથ જેવા દિગ્ગજોના નામ આપીને ધમકીઓ આપી છે અને ચેતવણી આપી છે કે. જો તેઓ અહીં રમવા આવશે તો તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: 5 દિવસ ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા, 2 દિવસની ‘સિક્રેટ વાતચીત’ બાદ ટ્રમ્પનો યુ-ટર્ન

PCBનો મોટો નિર્ણય

સ્થિતિની ગંભીરતાને પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ મોટો નિર્ણય લીધો છે. PCB ચેરમેન મોહસિન નકવીએ જાહેરાત કરી કે, PSL 2026 દર્શકો વગર રમાશે. તેમણે કહ્યું કે, ‘લોકોની હિલચાલ મર્યાદિત કરવાનું કહી રહ્યા છે, ત્યારે સ્ટેડિયમમાં હજારો લોકોની ભીડ એકઠી કરી શકતા નથી. એટલાં માટે આ નિર્ણય લીધો છે.’

– ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે.

– કુલ 44 મેચ રમાશે.

– તમામ મેચ લાહોર અને કરાચીમાં યોજાશે.

– ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો છે.

PSL 2026 પહેલા મળેલી ધમકીએ ટુર્નામેન્ટ પર મોટા સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ છે કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશી ખેલાડીઓ ભાગ લેવાનો નિર્ણય લે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.