હાર્દિકના બદલે સૂર્યાને કેપ્ટન શા માટે ના બનાવ્યો? IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું નિવેદન

Home » Latest Update » હાર્દિકના બદલે સૂર્યાને કેપ્ટન શા માટે ના બનાવ્યો? IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું નિવેદન
હાર્દિકના-બદલે-સૂર્યાને-કેપ્ટન-શા-માટે-ના-બનાવ્યો?-ipl-પહેલા-miની-કેપ્ટન્સી-મુદ્દે-આર.-અશ્વિનનું-મોટું-નિવેદન

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News

Google News

હાર્દિકના બદલે સૂર્યાને કેપ્ટન શા માટે ના બનાવ્યો? IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું નિવેદન 1 - image

R Ashwin On Hardik-Surya: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની શરૂઆત પહેલા રવિચંદ્રન અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની કેપ્ટનશીપ અંગે મોટું નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​અશ્વિનનું માનવું છે કે, વર્તમાન ફોર્મ અને કેપ્ટનશીપ રેકોર્ડને ધ્યાનમાં લેતા ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપવી જોઈતી હતી.

IPL પહેલા MIની કેપ્ટન્સી મુદ્દે આર. અશ્વિનનું મોટું નિવેદન

રવિચંદ્રન અશ્વિને યુટ્યુબ શૉમાં જણાવ્યું હતું કે, સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાનો નિર્ણય સીધો અને સરળ હતો. પરંતુ આવુ ન થયુ તે ચિંતાનો વિષય છે. જુલાઈ 2024માં કેપ્ટનશીપ સંભાળ્યા પછી ભારતીય ટીમે સૂર્યકુમારના નેતૃત્વમાં એક પણ T20 સીરિઝ હારી નથી. જ્યારે ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પણ જીત્યો હતો.

રવિચંદ્રન અશ્વિને શું કહ્યું?

રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, ‘સૂર્યકુમાર યાદવને ચોક્કસપણે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવવો જોઈતો હતો. તેમને કેપ્ટનશીપ ન મળી તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે.’ જો કે, અશ્વિને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને સંપૂર્ણપણે નકારી કાઢી ન હતી. અશ્વિને નિર્દેશ કર્યો કે, હાર્દિકે ગુજરાત ટાઇટન્સ(GT)ને તેમની પહેલી જ સિઝનમાં ટાઇટલ જીત અપાવી હતી અને બીજી સિઝનમાં ફાઇનલ સુધી પહોંચાડ્યા હતા.

હાર્દિક માટે પરિસ્થિતિ સરળ નથી: અશ્વિન

અશ્વિનના મતે, હાલના સંજોગો હાર્દિક પંડ્યા માટે પડકારજનક સાબિત થઈ શકે છે. કારણ કે નિરીક્ષકોનું માનવું છે કે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હોવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર છે અને મુંબઈના કેપ્ટન હાર્દિક છે તો આ સ્થિતિ માનસિક રીતે દબાણની સ્થિતિ ઉભી કરી શકે છે.

રવિચંદ્રન અશ્વિને એમ પણ ઉમેર્યું હતું કે, જો હાર્દિક પંડ્યાને ટીમ મેનેજમેન્ટનો સંપૂર્ણ ટેકો મળે અને તે બાહ્ય દબાણથી અળગો રહે તો તે એક સફળ કેપ્ટન સાબિત થઈ શકે છે. આ પહેલા કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ કહ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપવી જોઈએ.

આ પણ વાંચો: ‘હાર્દિક પોતે જ કેપ્ટન્સી છોડી દે’, મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન આ ખેલાડીને સોંપવા પૂર્વ સિલેક્ટરની સલાહ

મુંબઈ ઇન્ડિયન્સ 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે રમીને પોતાનું અભિયાન શરૂ કરશે. IPL 2026 પહેલા મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપની ચર્ચા વધુ તીવ્ર બની છે, અનુભવ અને વર્તમાન ફોર્મ વચ્ચે તુલા કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, હાર્દિક પંડ્યા દબાણ હેઠળ ટીમને કેવી રીતે હેન્ડલ કરે છે.

મુંબઈ ઇન્ડિયન્સ ટીમ

હાર્દિક પંડ્યા(કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રયાન રિકેલ્ટન, રોબિન મિન્ઝ, મિચેલ સેન્ટનર, કોર્બિન બોશ, નમન ધીર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, અલ્લાહ ગઝનફર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, રાજ બાવા, દીપક ચહર, વિલ જૈક્સ, શેરફેન રદરફોર્ડ, મયંક માર્કંડેય, શાર્દુલ ઠાકુર, ક્વિન્ટન ડી કોક, દાનિશ માલેવર, મોહમ્મદ ઇઝહાર અને મયંક રાવત.

Leave a Reply

Your email address will not be published.