‘હું ધોનીને જ કહીશ કે…’, IPL પહેલા ધોનીની નિવૃત્તિ મુદ્દે સૌરવ ગાંગુલીનું નિવેદન

Home » Latest Update » ‘હું ધોનીને જ કહીશ કે…’, IPL પહેલા ધોનીની નિવૃત્તિ મુદ્દે સૌરવ ગાંગુલીનું નિવેદન
‘હું-ધોનીને-જ-કહીશ-કે…’,-ipl-પહેલા-ધોનીની-નિવૃત્તિ-મુદ્દે-સૌરવ-ગાંગુલીનું-નિવેદન

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News

Google News

Sourav Ganguly on MS Dhoni Retirement

Sourav Ganguly on MS Dhoni Retirement: એમએસ ધોની IPL 2026માં છેલ્લીવાર મેદાન પર ખેલાડી તરીકે જોવા મળશે કે કેમ, તે અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. ધોની પ્રથમ સિઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયેલો છે અને પોતાની કેપ્ટનશિપમાં ટીમને 5 ખિતાબ અપાવ્યા છે. જોકે, છેલ્લા 4-5 વર્ષથી તેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ તેનો સાચો જવાબ માત્ર ધોની પાસે જ છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીની નિવૃત્તિ અંગે સંકેત આપતા જણાવ્યું હતું કે, ‘હું આ અંગે ધોની સાથે વાત કરીશ, પરંતુ મીડિયાને અત્યારે કંઈ નહીં જણાવું.’

રમતને પારખવાની અદભૂત ક્ષમતા છતાં નિવૃત્તિની સલાહ

બીજી તરફ, પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે આ ધોનીની છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે સંજૂ સેમસન હવે CSKમાં જોડાઈ ગયો છે, જેને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. ચેન્નાઈએ ટ્રેડ દ્વારા રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સને આપીને સંજૂ સેમસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આકાશ ચોપરાએ જણાવ્યું કે, ધોની પાસે રમતને પારખવાની અદભૂત ક્ષમતા છે, પરંતુ આ સિઝન બાદ તેણે સંન્યાસ લઈ લેવો જોઈએ.

આ પણ વાંચો: KKRનો મોટો નિર્ણય: સ્ટાર ઓલરાઉન્ડરના સન્માનમાં હવે કોઈ ખેલાડી નહીં પહેરે 12 નંબરની જર્સી

44 વર્ષની વયે ધોનીનો દબદબો, 278 મેચનો અનુભવ

ઉલ્લેખનીય છે કે, ધોનીની ઉંમર હાલ 44 વર્ષ છે અને તેણે આઈપીએલમાં અત્યાર સુધી 278 મેચ રમીને 5439 રન બનાવ્યા છે. એવી પણ શક્યતા છે કે આઈપીએલ 2026ની મોટાભાગની મેચમાં ધોની ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે મેદાનમાં જોવા મળી શકે છે. સંજૂ સેમસન જેવો મજબૂત વિકલ્પ ટીમ પાસે હોવાથી ધોની માટે હવે નિવૃત્તિનો માર્ગ સરળ બની શકે છે.

'હું ધોનીને જ કહીશ કે...', IPL પહેલા ધોનીની નિવૃત્તિ મુદ્દે સૌરવ ગાંગુલીનું નિવેદન 2 - image

Leave a Reply

Your email address will not be published.