ઘરની મહિલાઓ જ ક્રિકેટર્સને નિવૃત્તિ લેવા ઈન્ફ્લુએન્સ કરે છે? યોગરાજ સિંહનું ચોંકાવનારું નિવેદન
Updated: Mar 28th, 2026
GS TEAM

Yograj Singh: પૂર્વ ભારતીય ક્રિકેટર અને દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે એક સનસનીખેજ નિવેદન આપ્યું છે. યોગરાજ સિંહે કહ્યું કે, ‘ઘરની મહિલાઓ અને પત્નીઓ ખેલાડીઓને નિવૃત્તિ લેવા અને કરિયર સબંધિત નિર્ણય લેવા માટે ઈન્ફ્લુએન્સ કરે છે.’ યોગરાજ સિંહ આવા નિવેદનો સતત આપતા રહે છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘ખેલાડીઓએ ત્યાં સુધી રમવું જોઈએ, જ્યાં સુધી તેઓ સારું પ્રદર્શન કરે છે.’
ઘરની મહિલાઓ જ ક્રિકેટર્સને નિવૃત્તિ લેવા ઈન્ફ્લુએન્સ કરે છે
યોગરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘ઘરની મહિલાઓ, તમારી પત્નીઓ, તેઓ કોચિંગ શરૂ કરે છે, તમને કહે છે કે તમારો નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે, પરિવારની તથા બાળકોની સંભાળ રાખવાનો સમય આવી ગયો છે, ચાલો બાળકો સાથે એન્જોય કરીએ. તેથી મારું માનવું છે કે, મહિલાઓએ એક મહાન ખેલાડીના ભવિષ્યની વચ્ચે ન આવવું જોઈએ. ફકીર અને ખેલાડી આ બંનેનો કોઈ ધર્મ નથી, કોઈ વર્ગ નથી, તેઓ ભગવાનના હોય છે.’
વિરાટ કોહલી અને રોહિત શર્મા પર કટાક્ષ
1980ના દાયકાની શરૂઆતમાં એક ટેસ્ટ અને 6 વનડે રમનાર યોગરાજ સિંહે આ જ ઈન્ટરવ્યુમાં ઉંમર અને નિવૃત્તિ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ તીખો કટાક્ષ કર્યો હતો. કોહલીએ 2024ના T20 વર્લ્ડ કપ પછી T20I ઈન્ટરનેશનલ ક્રિકેટથી અને ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: Explainer | ઇરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી ‘ટાકો’ રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે
યોગરાજ સિંહનું હૃદય પરિવર્તન
યોગરાજ સિંહે કહ્યું હતું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી યુવા ક્રિકેટર છે અને તેઓ ક્રિકેટ છોડવા માગે છે. જીવનભર માટે ધિક્કાર છે. દુનિયાને એ અહેસાસ કરાવો કે તમે શ્રેષ્ઠ છો અને તમે મહત્વપૂર્ણ છો. ભલે તમે 50 વર્ષના પણ કેમ ન હોય પરંતુ જો તમે હજું પણ બેવડી સદી ફટકારી રહ્યા છો, તો કોઈ તમને ડ્રોપ નહીં કરશે. આ દેશમાં આ ઉંમરનું ફેક્ટર ખૂબ વિચિત્ર છે. જોકે, આ વીડિયોમાં યોગરાજ સિંહનું હૃદય પરિવર્તન પણ જોવા મળ્યું, કારણ કે તેમણે એમએસ ધોનીની પ્રશંસા કરી હતી, જેમને તેઓ અનેકવાર યુવરાજ સિંહને લઈને દરેક વાતમાં ઢસડે છે.

Leave a Reply