IPL 2026: RCB vs SRH વચ્ચે 19મી સિઝનનો પ્રથમ મુકાબલો, RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

Home » Latest Update » IPL 2026: RCB vs SRH વચ્ચે 19મી સિઝનનો પ્રથમ મુકાબલો, RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ipl-2026:-rcb-vs-srh-વચ્ચે-19મી-સિઝનનો-પ્રથમ-મુકાબલો,-rcbએ-ટોસ-જીતી-બોલિંગ-પસંદ-કરી

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026: RCB vs SRH વચ્ચે 19મી સિઝનનો પ્રથમ મુકાબલો, RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી 1 - image

RCB vs SRH IPL 2026 Live Score: IPL 2026ની આતુરતાનો આજે અંત આવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. 7 વાગ્યે ટોસ ઉછાળવામાં આવ્યો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ ફરી એકવાર ખેલાડીઓ અને ફોર્મની દ્રષ્ટિએ મજબૂત દેખાઈ રહી છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમની કમાન સંભાળશે, જ્યારે RCBનું નેતૃત્વ રજત પાટીદાર કરશે.

ઓપનિંગ સેરેમની નહીં યોજાય

BCCIએ IPL 2026 માટે ઓપનિંગ સેરેમની ન યોજવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે જ્યારે RCBએ ટાઈટલ જીત્યું હતું, ત્યારે બેંગલુરુમાં વિક્ટ્રી પરેડ દરમિયાન મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. આ દુખદ ઘટનાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ વખતે ઉદઘાટન સમારોહ રદ કર્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ: કઈ ટીમનો દબદબો?

બંને ટીમો વચ્ચેના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી કુલ 26 મુકાબલા થયા છે

SRHની જીત- 14 મેચ

RCBની જીત- 11 મેચ

રદ થયેલ મેચ- 01

જો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBનો દબદબો રહ્યો છે. અહીં રમાયેલી 8 મેચોમાંથી RCBએ 5 અને હૈદરાબાદે 3 મેચ જીતી છે.

બંને ટીમોની સ્ક્વોડ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી અને સુયશ શર્મા.

સનરાઇઝર્સ હૈદરાબાદ

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર/કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગા

Leave a Reply

Your email address will not be published.