VIDEO: IPLમાં પહેલી જીત બાદ વિરાટ-અનુષ્કાની ફ્લાઈંગ કિસ વચ્ચે આ કોણ આવ્યું, રિએક્શન વાઈરલ

Home » Latest Update » VIDEO: IPLમાં પહેલી જીત બાદ વિરાટ-અનુષ્કાની ફ્લાઈંગ કિસ વચ્ચે આ કોણ આવ્યું, રિએક્શન વાઈરલ
video:-iplમાં-પહેલી-જીત-બાદ-વિરાટ-અનુષ્કાની-ફ્લાઈંગ-કિસ-વચ્ચે-આ-કોણ-આવ્યું,-રિએક્શન-વાઈરલ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News

Google News

VIDEO: IPLમાં પહેલી જીત બાદ વિરાટ-અનુષ્કાની ફ્લાઈંગ કિસ વચ્ચે આ કોણ આવ્યું, રિએક્શન વાઈરલ 1 - image

Virat Kohli Flying Kiss To Anushka Sharma: વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂઆત પોતાના ધમાકેદાર અંદાજમાં કરી. તેણે પોતાની વિસ્ફોટક ઈનિંગના દમ પર સનરાઝઈર્સ હૈદરાબાદે આપેલા 201 રનના ટાર્ગેટને આરામથી ચેઝ કરી લીધો. પહેલી મેચ બાદ વિરાટ માત્ર તેની મેચવિનિંગ ઈનિંગ માટે જ નહીં પરંતુ અનુષ્કા શર્મા સાથેની હૃદયસ્પર્શી ક્ષણ માટે વાઈરલ થઈ ગયો છે. વિરુષ્કાની આ ક્ષણ અદ્ભુત હતી. કોહલીએ સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ કરી. હવે ટીમના નવા ચેરમેન આર્યમાન બિરલાની બહેન અનન્યા બિરલાનું રિએક્શન વાઈરલ થઈ ગયું છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026ની પહેલી મેચમાં  કેપ્ટન ઇશાન કિશનના 80 અને યુવા ખેલાડી અનિકેત વર્માના તોફાની 43 રનની મદદથી 9 વિકેટ પર 201 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના 38 બોલમાં 69 રનની ઈનિંગે મેચને એકતરફી બનાવી દીધી હતી. RCBએ 15.4 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરીને જીતથી શરૂઆત કરી.

ફ્લાઈંગ કિસ એ લૂંટી મહેફિલ

જ્યાં કોહલીની ઈનિંગ મહત્ત્વપૂર્ણ રહી, ત્યાં બીજી તરફ અનુષ્કા શર્માને આપેલી તેની ફ્લાઈંગ કિસે ઈન્ટરનેટનું ધ્યાન ખેંચ્યું. RCBની જીત બાદ જ્યારે ભીડ ઉજવણી કરી રહી હતી, ત્યારે કોહલીએ સ્ટેન્ડ તરફ ફરીને આ પ્રેમ ભર્યો ઈશારો કર્યો. અનુષ્કા શર્માએ પણ સ્મિત સાથે પ્રતિક્રિયા આપી, જેનાથી તે ક્ષણ વધુ ખાસ અને ભાવનાત્મક બની ગઈ, જેનાથી ચાહકો તરત જોડાઈ ગયા. આ બધા વચ્ચે અનન્યા બિરલાના રિએક્શને સૌનું ધ્યાન ખેંચ્યું. તે અનુષ્કા સાથે મેચ જોઈ રહી હતી અને ફ્લાઇંગ કિસ જોઈને, સ્ટેડિયમમાં રહેલા ચાહકોની જેમ જ ખુશીથી ઝૂમી ઉઠી.

આ પણ વાંચો: IPL 2026ની પહેલી મેચ RCBના નામે, SRHને 6 વિકેટથી હરાવ્યું, કોહલીની દમદાર ઈનિંગ

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો

વિરાટ કોહલી દ્વારા અનુષ્કા શર્મા ફ્લાઈંગ કિસ આપતો વીડિયો ઈન્સ્ટાગ્રામ અને X જેવા પ્લેટફોર્મ પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે. થોડી જ મિનિટોમાં આ ક્લિપ ટ્રેન્ડ થવા લાગી, ચાહકોએ તેને શેર કરી અને ‘વ્હોલસમ વાઈરલ મોમેન્ટ’ શેર કરી અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. વિરુષ્કા ફરી એકવાર ઓનલાઈન વાતચીતમાં છવાઈ ગયું, ચાહકોએ કપલના સંબંધો અને તેમના પ્રેમ ભર્યા ઈઝહારનો જશ્ન મનાવ્યો.

Leave a Reply

Your email address will not be published.