IPL ફિલ્મ જેવી, PSL અસલી ક્રિકેટ… દિગ્ગજ ક્રિકેટરના વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ, જેકબ ઓરમે આપ્યો જવાબ

Home » Latest Update » IPL ફિલ્મ જેવી, PSL અસલી ક્રિકેટ… દિગ્ગજ ક્રિકેટરના વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ, જેકબ ઓરમે આપ્યો જવાબ
ipl-ફિલ્મ-જેવી,-psl-અસલી-ક્રિકેટ…-દિગ્ગજ-ક્રિકેટરના-વિવાદાસ્પદ-નિવેદનથી-વિવાદ,-જેકબ-ઓરમે-આપ્યો-જવાબ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News

Google News

IPL ફિલ્મ જેવી, PSL અસલી ક્રિકેટ... દિગ્ગજ ક્રિકેટરના વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ, જેકબ ઓરમે આપ્યો જવાબ 1 - image

IPL vs PSL Row: પાકિસ્તાન સુપર લીગ(PSL)માં એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન એવી સ્થિતિ જોવા મળી કે જેને ક્રિકેટ ફેન્સનું ધ્યાન ખેચ્યું છે. ઈસ્લામાબાદ યુનાઈટેડના આસીસ્ટન્ટ કોચ જેકબ ઓરમને સાઉથ આફ્રિકી ક્રિકેટર રિલી રોસોઉના નિવેદન પર પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું તો તેઓ પોતાની હસી રોકી શક્યા ન હતા. ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમી રહેલા રિલી રોસોઉએ કહ્યું હતું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ક્રિકેટ કરતાં ફિલ્મ જેવી છે.

દિગ્ગજ ક્રિકેટરના વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ, જેકબ ઓરમે આપ્યો જવાબ

ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર જેકબ ઓરમના જવાબથી પ્રેસ કોન્ફરન્સમાં વાતાવરણ હળવું થયું. જો કે, તેમણે ત્યારબાદ બે લીગ વચ્ચેની સરખામણી પર પોતાનો ગંભીર અભિપ્રાય રજૂ કર્યો. જેકબ ઓરમે કહ્યું હતું કે, ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગ બંને મુખ્ય અને પ્રભાવશાળી ટુર્નામેન્ટ છે. પરંતુ બંનેની પ્રકૃતિ અલગ-અલગ છે.’ તેમણે IPLને વિશાળ અને આકર્ષક ગણાવ્યું, જે એક બ્રાન્ડ વર્ષોથી વિકસી છે. તેનાથી વિપરીત તેમણે PSLને વધુ કોમ્પેક્ટ અને સ્પર્ધાત્મક લીગ તરીકે વર્ણવ્યું, જ્યાં દરેક મેચ સાથે સંકળાયેલા દબાણ વધુ તીવ્ર હોય છે.

રિલી રોસોઉએ IPL અને PSL વિશે શું કહ્યું?

રિલી રોસોઉએ IPLના લાંબા શેડ્યુલ અને બોલિવૂડ સ્ટાઈલ પ્રેજેન્ટેશનને ફિલ્મ જેવી અને PSL ને અસલી ક્રિકેટ ગણાવી હતી. જેકબ ઓરામે PSLની વર્તમાન સિઝનમાં એક મોટી ખામી તરફ પણ ધ્યાન દોર્યું હતું. આ વખતે PSL દર્શકો વગર રમાઈ રહ્યું છે, જેના કારણે સ્ટેડિયમની અંદરનું વાતાવરણ ખરાબ થઈ ગયું છે. ઓરમે ટિપ્પણી કરી કે ભીડના અભાવે રમતની ઉર્જા અને એકંદર અનુભવ પર અસર પડી છે.

તાજેતરના દિવસોમાં IPL વિરુદ્ધ PSLને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુસલ મેન્ડિસને પણ IPL અને PSL વચ્ચે પસંદગી અંગે આવો જ પ્રશ્ન પૂછવામાં આવતા તે અસહસ થઈ ગયો હતો. 

આ પણ વાંચો: IPL 2026: પ્રફુલ હિંગેએ રાજસ્થાન રોયલ્સ રગદોળી નાખ્યું!, એક બાદ એક ચાર વિકેટ ખેરવી તરખાટ

બંને લીગની પોતપોતાની ઓળખ છે, પરંતુ સતત વધી રહેલી તુલનાએ ચર્ચા તેજ કરી છે. હાલ તો એ સ્પષ્ટ છે કે મેદાનમાં મેચ જીતવી રસપ્રદ છે, એટલી જ ચર્ચા હવે મેદાન બહાર પણ  IPL અને PSLને લઈને થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.