રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ

Home » Latest Update » રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ
રાજસ્થાન-રોયલ્સને-મોટો-ઝટકો,-વૈભવ-સૂર્યવંશી-ઈન્જર્ડ,-આગામી-મેચ-રમવા-પર-સસ્પેન્સ

રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News

Google News

રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ 1 - image

Vaibhav Suryavanshi Hamstring Injury Update: આઈપીએલ 2026 માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની ફિટનેસને લઈને ચિંતાના વાદળો છવાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં તોફાની સદી ફટકાર્યા બાદ, ફિલ્ડિંગ દરમિયાન વૈભવને હેમસ્ટ્રિંગની તકલીફ થતા તે મેદાનની બહાર જતો રહ્યો હતો.

શું છે ઈજાની સ્થિતિ?

મેચના ત્રીજા ઓવર દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે વૈભવને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું. તે લંગડાતા ચાલતો જોવા મળ્યો અને ફિઝિયોની મદદથી મેદાનની બહાર જવું પડ્યું હતું. બેટિંગ કોચ વિક્રમ રાઠોરે રાહત આપતા જણાવ્યું કે, વૈભવની ઈજા હાલ ગંભીર જણાતી નથી, પરંતુ તેની સંપૂર્ણ સ્થિતિ આગામી એક-બે દિવસમાં સ્પષ્ટ થશે.

PBKS સામેની મેચમાં રમશે કે નહીં?

રાજસ્થાન માટે ચિંતાની વાત એ છે કે, 28 એપ્રિલે તેમનો સામનો અત્યારે અજેય ફોર્મમાં રહેલી પંજાબ કિંગ્સ (PBKS) સામે છે. પંજાબ સતત 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જો વૈભવ ફિટ નહીં થાય તો રાજસ્થાને પોતાના ઓપનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડશે.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર 232 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, વિમાનનું લેન્ડિંગ ગિયર ફેલ થતાં આગ

વૈભવની જગ્યાએ કોણ લેશે એન્ટ્રી?

જો વૈભવ સૂર્યવંશી પંજાબ સામેની મેચ ગુમાવે છે, તો ટીમ પાસે બે મુખ્ય વિકલ્પો છે. 

1. અમન રાવ પેરાલા – 21 વર્ષીય અમન રાવ ડેબ્યૂ કરી શકે છે. વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ચૂકેલા અમન પાસે 162 નો શાનદાર સ્ટ્રાઈક રેટ છે.

2. લુઆન-ડ્રે પ્રિટોરિયસ – જો ટીમ વિદેશી ખેલાડીને ઓપનિંગમાં લાવવા માંગતી હોય, તો પ્રિટોરિયસને મોકો મળી શકે છે, પણ તેના માટે શિમરોન હેટમાયરને ટીમમાંથી બહાર બેસાડવો પડી શકે છે.

વૈભવ ટીમ માટે ખુબ જ મહત્વપુર્ણ

રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ જીતવી અનિવાર્ય છે, કારણ કે હૈદરાબાદ સામે 229 રન બનાવ્યા હોવા છતાં ટીમ તેનો બચાવ કરી શકી નહોતી. હવે જોવાનું એ રહેશે કે શું યુવા વૈભવ સમયસર રિકવર થઈને મેદાનમાં પરત ફરે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.