વિન્ડિઝ સામે કરો યા મરોની મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં સર્જી રેકોર્ડ્સની હારમાળા

Home » Latest Update » વિન્ડિઝ સામે કરો યા મરોની મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં સર્જી રેકોર્ડ્સની હારમાળા
વિન્ડિઝ-સામે-કરો-યા-મરોની-મેચ-જીતીને-ટીમ-ઈન્ડિયાએ-t20-વર્લ્ડ-કપમાં-સર્જી-રેકોર્ડ્સની-હારમાળા

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપમાં સુપર-8ની મેચમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. જે T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ રન ચેઝ રહ્યો. આ સાથે જ હવે સેમિ ફાઈનલની તમામ તસવીર પણ સ્પષ્ટ થઈ ગઈ છે. 5 માર્ચે મુંબઈમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ 4 માર્ચે કોલકાતામાં ટકરાશે. કોલકાતામાં ભારતની જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન રહ્યો. સેમસનની 97* રનની વિસ્ફોટક ઈનિંગ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

ICC T20 વર્લ્ડ કપની સપર 8 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સાથેના રોમાંચક મુકાબલામાં રન ચેઝને 19.2 ઓવરમાં હાંલવ કરી લીધો. બીજી તરફ આ મુકાબલામાં ભારતીય ટીમે રેકોર્ડ્સની હારમાળા પણ સર્જી છે.  

સેમસનનો ક્લાસ, દબાણમાં મેચ ફિનિશ

ભારતની આ જીતનો હીરો સંજુ સેમસન રહ્યો, જેણે 50 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા. તેની આ ઈનિંગ્સમાં આક્રમકતા અને નિયંત્રણનું સંપૂર્ણ સંતુલન જોવા મળ્યું. તેણે રન રેટ તો જાળવી જ રાખ્યો પરંતુ અંત સુધી રહીને મેચ પણ ખતમ કરી. સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેણે બે કેચ પણ પકડી હતી.

ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો પરફેક્ટ રેકોર્ડ

કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો આ સતત પાંચમો વિજય છે. ભારત અહીં હજુ સુધી વેસ્ટ વિન્ડીઝ સામે ક્યારેય નથી હાર્યું. આ કોઈ એક વેન્યૂ પર હાર્યા વિના પ્રતિસ્પર્ધી ટીમ પર સૌથી વધુ જીતની યાદીમાં સામેલ છે. 

વર્લ્ડ કપ ઈતિહાસનો ભારતનો સૌથી મોટો સફળ રન ચેઝ

આ જીત ઘણા અર્થમાં ઐતિહાસિક રહી, આ T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોટો સફળ ચેઝ બન્યો, જે 196 રનને વટાવી ગયો. ભારતનો અગાઉનો અગાઉનો રેકોર્ડ મીરપુર (2014) માં દક્ષિણ આફ્રિકા સામે 173 રનનો હતો.

ભારત માટે વર્લ્ડ કપમાં બીજી સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ

સેમસનની 97* રનની ઈનિંગ ભારત માટે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બન્યો. આ યાદીમાં ટોપ પર હજુ પણ સુરેશ રૈનાએ 2010માં બનાવેલા 101 રન છે.

સેમિફાઈનલ રેકોર્ડની બરાબરી

આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત સેમિફાઈનલમાં પહોંચવાના ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

હાર્યા વિના કોઈ એક વેન્યૂ પર વિરોધી ટીમ સામે સૌથી વધુ T20I જીત

6 પાકિસ્તાન vs વેસ્ટ ઈન્ડિઝ, કરાચીમાં

6 ભારત vs આયર્લેન્ડ, માલાહાઈડમાં

5 ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, ઓકલેન્ડમાં

5 ન્યુઝીલેન્ડ vs ઝિમ્બાબ્વે, હરારેમાં

5 પાકિસ્તાન vs બાંગ્લાદેશ, લાહોરમાં

5 પાકિસ્તાન vs ઝિમ્બાબ્વે રાવલપિંડીમાં

5 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ કોલકાતામાં*

T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

101 સુરેશ રૈના vs દક્ષિણ આફ્રિકા, ગ્રોસ આઈલેટ, 2010

97* સંજુ સેમસન vs વેસ્ટ ઈન્ડીઝ, ઈડન ગાર્ડન્સ, 2026

92 રોહિત શર્મા vs ઓસ્ટ્રેલિયા, ગ્રોસ આઈલેટ, 2024

89* વિરાટ કોહલી vs વેસ્ટ ઈન્ડીઝ, વાનખેડે, 2016

84* સૂર્યકુમાર યાદવ vs દક્ષિણ આફ્રિકા, વાનખેડે, 2026

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સફળ ચેઝ

230 ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, વાનખેડે, 2016

206 દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, વાન્ડરર્સ, 2007

196 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઈડન ગાર્ડન્સ, 2026 *

195 દક્ષિણ આફ્રિકા vs કેનેડા, ડલાસ, 2024

193 વેસ્ટ ઈન્ડિઝ vs ભારત, વાનખેડે, 2016

આ પણ વાંચો: વિન્ડીઝને હરાવી ટીમ ઇન્ડિયા સેમિ ફાઈનલમાં, સંજૂ છવાયો, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સોમિફાઈનલમાં પહોંચવું

6 પાકિસ્તાન (2007, 2009, 2010, 2012, 2021, 2022)

6 ભારત (2007, 2014, 2016, 2022, 2024, 2026)

6 ઈંગ્લેન્ડ (2010, 2016, 2021, 2022, 2024, 2026)

મેચનો સંક્ષિપ્ત સ્કોરકાર્ડ

વેસ્ટ ઈન્ડિઝ: 195/4

ભારત: 199/5 (19.2 ઓવર)

ભારત 5 વિકેટથી જીત્યું(4 બોલ બાકી)

પ્લેયર ઓફ ધ મેચ: સંજુ સેમસન (97*)

Leave a Reply

Your email address will not be published.