અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!

Home » Latest Update » અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
અભિષેક-out,-કુલદીપ-in.?-ફાઈનલમાં-ન્યૂઝીલેન્ડને-ફસાવવા-કેપ્ટન-સૂર્યાએ-રચ્યો-‘ચક્રવ્યૂહ’!

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News

Google News

અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો 'ચક્રવ્યૂહ'! 1 - image

Team India Probable XI vs New Zealand final: T20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની  ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારનો સંકેત છે. ખરાબ ફોર્મના સામનો કરી રહેલા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માને ડ્રોપ કરવામાં આવી શકે છે, જેના કારણે ઈશાન કિશનને ઓપનિંગની તક મળશે. બોલિંગને મજબૂતી આપવા માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવકુલદીપ યાદવને ‘ટ્રમ્પ કાર્ડ’ તરીકે સામેલ કરી શકે છે. શું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મહામુકાબલામાં ભારત ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનશે?

ક્રિકેટના મહાકુંભ T20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો મુકાબલો હવે નજીક જ છે. રવિવાર 8 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. પરંતુ આ ‘કરો યા મરો’ મેચ પહેલા ભારતીય ટીમમાં મોટા ફેરફારની અફવાઓ તેજ થઈ ગઈ છે. અહેવાલ પ્રમાણે ટીમ મેનેજમેન્ટ ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા અભિષેક શર્માને ડ્રોપ કરીને પ્લેઇંગ ઈલેવનમાં મોટો દાવ ખેલવાની તૈયારીમાં છે. 

વિશ્વના નંબર વન T20 બેટ્સમેન ગણાતા અભિષેક શર્મા માટે આ વર્લ્ડ કપ એક ખરાબ સ્વપ્ન સમાન રહ્યો છે. તે ટુર્નામેન્ટની સાત મેચમાં માત્ર 89 રન બનાવી શક્યો છે. સેમિફાઈનલ જેવા મોટા સ્ટેજ પર પણ તે ઈંગ્લેન્ડ સામે માત્ર 9 રન બનાવી શક્યો છે. આવી સ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફાઈનલ જેવી નિર્ણાયક મેચમાં કોઈ ‘આઉટ ઓફ ફોર્મ’ ખેલાડી સાથે જોખમ ઉઠાવવા નહીં માગશે. જો અભિષેકને બહાર કરવામાં આવે, તો ઓપનિંગ ઈશાન કિશન કરશે. ઈશાને આ ટુર્નામેન્ટમાં ઓપનર તરીકે બે પ્રભાવશાળી અડધી સદી ફટકારી છે અને સંજુ સેમસન સાથે મળીને ટીમને આક્રમક શરૂઆત અપાવવામાં સક્ષમ છે.

કુલદીપ યાદવને તક મળી શકે છે

અભિષેકના સ્થાને ટીમમાં સામેલ થવાની રેસમાં રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવના નામ સામેલ છે, પરંતુ કુલદીપ યાદવનું પલડુ સૌથી ભારે છે. આના બે મુખ્ય કારણો છે. ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં ભારત પાસે છઠ્ઠા બોલરનો અભાવ હતો. વરુણ ચક્રવર્તી (64 રન) અને અર્શદીપ સિંહની મોંઘી બોલિંગે ચિંતા વધારી હતી. આવી સ્થિતિમાં કુલદીપ જેવો વિકેટ ટેકિંગ વિકલ્પ ટીમને મજબૂતી આપશે. કુલદીપે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં કિવીઝ સામે બે વિકેટ લઈને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. મોટી મેચોમાં તેનો અનુભવ તેને રિંકુ અથવા સુંદરથી આગળ રાખે છે. 

વરુણ અને અર્શદીપ પર નજર

ભલે વરુણ ચક્રવર્તી T20માં નંબર 1 બોલર છે, પરંતુ છેલ્લી મેચમાં તેની ખૂબ ધુલાઈ થઈ હતી. અર્શદીપનું ફોર્મ પણ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. જોકે, ફાઈનલ જેવી મોટી મેચમાં બંનેને ડ્રોપ કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. ટીમનો વિશ્વાસ આ અનુભવી બોલરો પર યથાવત રહેશે. 

આ પણ વાંચો: ‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’

ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ માટે ભારતની સંભવિત પ્લેઈંગ 11

સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

Leave a Reply

Your email address will not be published.