‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’

Home » Latest Update » ‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’
‘બુમરાહ-પણ-માણસ-છે,-એનો-પણ-દિવસ-ખરાબ-હોઈ-શકે.’-ફાઈનલ-અગાઉ-કિવી-ખેલાડીની-‘માઈન્ડ-ગેમ’

‘બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..’ ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની ‘માઈન્ડ ગેમ’

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News

Google News

Glenn Phillips on Jasprit Bumrah

Glenn Phillips on Jasprit Bumrah: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચ, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવાની છે. આ મહા મુકાબલા અગાઉ કિવી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે ભારતીય પેસર જસપ્રીત બુમરાહના મનભરીને વખાણ કર્યા છે. ફિલિપ્સે બુમરાહને એક અદ્ભુત બોલર ગણાવતા કહ્યું કે, તેની બોલિંગમાં રહેલી વિવિધતા અને ખાસ કરીને ડેથ ઓવર્સમાં ફેંકાતા તેના સચોટ યોર્કર કોઈપણ બેટર માટે મુસીબત સમાન છે.’

જોકે, ફિલિપ્સે એવું પણ કહ્યું હતું કે, ‘બુમરાહ પણ આખરે એક માણસ જ છે અને અન્ય ખેલાડીઓની જેમ તેનો પણ કોઈ દિવસ ખરાબ હોઈ શકે છે. જો ફાઈનલ મેચમાં બુમરાહ લય ગુમાવે અને તેનો દિવસ સાધારણ રહે, તો ન્યૂઝીલેન્ડની ટીમ તે તકને ઝડપી લેવા માટે પૂરી કોશિશ કરશે.’

જો બુમરાહ લય ગુમાવશે, તો કિવી બેટર્સ મોટા શોટ ફટકારવાની તક નહીં છોડે

ગ્લેન ફિલિપ્સે કિવી ટીમની વ્યૂહનીતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડનું લક્ષ્ય માત્ર બુમરાહની ઓવરો સુરક્ષિત રીતે પસાર કરવાનું જ નહીં હોય. જો આ ભારતીય ફાસ્ટ બોલર લય ગુમાવે કે કોઈ ભૂલ કરે, તો ન્યૂઝીલેન્ડના બેટર્સ તેને મોટા શોટ ફટકારવાની તક જતી નહીં કરે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલનો દાખલો આપતા ફિલિપ્સે કહ્યું કે, ઈંગ્લિશ બેટર્સ બુમરાહ સામે સંભાળીને રમ્યા હતા અને અન્ય બોલરોને નિશાન બનાવ્યા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડ સંજોગો મુજબ પોતાની રણનીતિમાં ફેરફાર કરવા તૈયાર છે. ફિલિપ્સના મતે, કોઈપણ બોલર ભૂલ કરે ત્યારે તેને બાઉન્ડ્રી બહાર મોકલવાની બેટરની જવાબદારી હોય છે અને તેમની ટીમ આ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.’

આ પણ વાંચો: અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા પહેલા યોજાશે ક્લોઝિંગ સેરેમની, પોપ સ્ટાર રિકી માર્ટિન કરશે પરફોર્મ

બુમરાહ ‘પેઢીમાં એકવાર આવતો’ દુર્લભ બોલર: સંજુ સેમસન

બીજી તરફ, ભારતીય ટીમમાં પણ બુમરાહના ફોર્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ઓપનિંગ બેટર સંજુ સેમસને બુમરાહને ‘પેઢીમાં એકવાર આવતો’ બોલર ગણાવ્યો હતો. સંજુનું માનવું છે કે હાઈ-સ્કોરિંગ સેમિ ફાઈનલમાં બુમરાહની કરકસરયુક્ત બોલિંગ જ સાચા અર્થમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડની હકદાર હતી. હવે જ્યારે વર્લ્ડકપનો ખિતાબ દાવ પર છે, ત્યારે આખું વિશ્વ જોશે કે શું બુમરાહ ફરી એકવાર પોતાની જાદુઈ બોલિંગથી ન્યૂઝીલેન્ડના આક્રમણને રોકવામાં સફળ રહે છે કે કેમ.

'બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..' ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની 'માઈન્ડ ગેમ' 2 - image

Leave a Reply

Your email address will not be published.