ભારત-ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં 6.5 કરોડથી વધુ લોકો એકસાથે જોડાતા જિયોહોટસ્ટારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ!

Home » Latest Update » ભારત-ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં 6.5 કરોડથી વધુ લોકો એકસાથે જોડાતા જિયોહોટસ્ટારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ!
ભારત-ઇંગ્લેન્ડ-સેમિ-ફાઇનલમાં-6.5-કરોડથી-વધુ-લોકો-એકસાથે-જોડાતા-જિયોહોટસ્ટારે-બનાવ્યો-નવો-વર્લ્ડ-રેકોર્ડ!

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News

Google News

ભારત-ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં 6.5 કરોડથી વધુ લોકો એકસાથે જોડાતા જિયોહોટસ્ટારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ! 1 - image

ICC Men’s T20 World Cup 2026: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમિ ફાઇનલ મેચે ડિજિટલ સ્ટ્રીમિંગની દુનિયામાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. જિયોહોટસ્ટાર (JioHotstar) પ્લેટફોર્મ પર આ મેચ દરમિયાન એકસાથે 65.2 મિલિયન (6.52 કરોડ) લાઈવ વ્યૂઅર્સ નોંધાયા હતા. આ આંકડો વિશ્વના કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ ઇવેન્ટ માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉનો વૈશ્વિક રેકોર્ડ 65 મિલિયનનો હતો, જે નવેમ્બર 2024માં નોંધાયો હતો, પરંતુ જિયોહોટસ્ટારનો આ નવો રેકોર્ડ માત્ર ભારતીય માર્કેટના આધારે જ હાંસલ થયો છે.

ટી20 ક્રિકેટ ઇતિહાસની સૌથી વધુ જોવાયેલી મેચ

આ રસાકસીભરી સેમિ ફાઇનલ મેચને જિયોહોટસ્ટાર પર કુલ 619 મિલિયન (61.9 કરોડ) વ્યૂઝ મળ્યા છે, જેનાથી તે ઇતિહાસની સૌથી વધુ સ્ટ્રીમ થયેલી ટી20 ઇન્ટરનેશનલ મેચ બની ગઈ છે. ટેલિવિઝન અને ડિજિટલ બંને માધ્યમોને ભેગા કરીએ તો આ મેચ 320 મિલિયનથી વધુ દર્શકો સુધી પહોંચી હતી અને કુલ વોચ-ટાઈમ 23 અબજ મિનિટને પાર કરી ગયો હતો. મેચમાં બંને ઇનિંગ્સના મળીને કુલ 499 રન નોંધાયા હતા, જેણે દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચાડ્યો હતો.

ટૅક્નોલૉજી અને ક્રિકેટના જુસ્સાનો અનોખો સંગમ

આ ઐતિહાસિક સફળતા અંગે આઈસીસીના ચેરમેને જણાવ્યું કે આ આંકડા ક્રિકેટપ્રેમીઓના અતૂટ જુસ્સા અને રમતની સરળ ઉપલબ્ધતાને દર્શાવે છે.

દર ત્રણમાંથી એક ભારતીય મેચ સાથે જોડાયેલો હતો: જિયોસ્ટારના વાઇસ ચેરમેન ઉદય શંકર

જિયોસ્ટારના વાઇસ ચેરમેન ઉદય શંકરે જણાવ્યું હતું કે, ‘આ સિદ્ધિ જિયોસ્ટારની ટૅક્નોલૉજી અને સર્જનાત્મક ક્ષમતાનું તેમજ આઈસીસીની ક્રિકેટને વધુ વિશાળ બનાવવાની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ગુરુવારે રમાયેલી બીજી સેમીફાઇનલ મેચ જોવા માટે દરેક ત્રણ ભારતીયોમાંથી એક દર્શક જોડાયો હતો. જ્યારે કરોડો લોકો એકસાથે મેચ જોવા જોડાય છે ત્યારે તેને સફળતાપૂર્વક પહોંચાડવા માટે શ્રેષ્ઠ ટેક્નોલોજીની જરૂર પડે છે. ભવિષ્યમાં મનોરંજનનું સ્વરૂપ આવું જ બનવાનું છે.’

ફાઈનલનો જંગ: હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર નજર

સેમિ ફાઇનલના આ ધમાકેદાર પ્રદર્શન બાદ હવે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ 8મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચનું જીવંત પ્રસારણ જિયોહોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, જેમાં વ્યુઅરશિપના નવા રેકોર્ડ સર્જાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.