IPL પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સનું ટેન્શન વધ્યું! સ્ટાર બોલર ઈજાના કારણે થયો બહાર, પથિરાનાને લઈને પણ આશંકા

Home » Latest Update » IPL પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સનું ટેન્શન વધ્યું! સ્ટાર બોલર ઈજાના કારણે થયો બહાર, પથિરાનાને લઈને પણ આશંકા
ipl-પહેલા-જ-કોલકાતા-નાઈટ-રાઈડર્સનું-ટેન્શન-વધ્યું!-સ્ટાર-બોલર-ઈજાના-કારણે-થયો-બહાર,-પથિરાનાને-લઈને-પણ-આશંકા

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News

Google News

IPL પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સનું ટેન્શન વધ્યું! સ્ટાર બોલર ઈજાના કારણે થયો બહાર, પથિરાનાને લઈને પણ આશંકા 1 - image

Image Source: Twitter

Harshit Rana Ruled Out IPL 2026 KKR: IPL 2026ની શરૂઆત થવામાં હવે થોડો જ સમય રહ્યો છે, પરંતુ ટૂર્નામેન્ટ પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે ટીમના સ્ટાર બોલર હર્ષિત રાણા ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. 

હર્ષિત રાણાને દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપની વૉર્મઅપ મેચ દરમિયાન ઈજા થઈ હતી. તે પોતાનો રન-અપ પૂર્ણ કરી શકતો નહોતો અને એક જ ઓવરમાં બે વાર આવું જોવા મળ્યું. ત્યારબાદ તેને ઘૂંટણમાં દુ:ખાવો થયો અને તે લડખડાતા મેદાનની બહાર નીકળી ગયો હતો. તેણે તે મેચમાં ફક્ત એક જ ઓવર ફેંકી હતી, જેમાં 16 રન આપ્યા હતા.

આ ઈજા બાદ સતત મેદાનથી બહાર રહ્યો છે અને હાલમાં તેની રિકવરીમાં સમય લાગી રહ્યો છે. આ જ કારણે તે આ વખતે IPLમાં KKR માટે રમતો નજર નહીં આવશે. એક અહેવાલ પ્રમાણે ત્રણ વખતની ચેમ્પિયન KKRએ હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટને લઈને કોઈ નિર્ણય નથી કર્યો.

KKR માટે મહત્ત્વપૂર્ણ બોલર રહ્યો છે રાણા

હર્ષિત રાણાની ઈજા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટો ઝટકો માનવામાં આવી રહી છે. તે ટીમના મુખ્ય ફાસ્ટ બોલરોમાં સામેલ રહ્યો છે અને છેલ્લી કેટલીક સીઝનમાં તેનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. 

રાણાએ IPL 2024માં KKRને ટાઈટલ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સિઝનમાં તેણે 19 વિકેટ ઝડપી હતી અને ટીમની બોલિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેના આ જ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાં તેના ડેબ્યૂનો રસ્તો પણ ખુલ્યો હતો અને તેણે ધીમે-ધીમે નેશનલ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. 

4 કરોડમાં કરવામાં આવ્યો હતો રિટેન

IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે હર્ષિત રાણાને 4 કરોડમાં રિટેન કર્યો હતો. તે સિઝનમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કરીને 13 મેચમાં 15 વિકેટ લીધી હતી. તેની સતત સારી બોલિંગના કારણે ટીમ તેને ભવિષ્યમાં એક મુખ્ય ઝડપી બોલર તરીકે જોઈ રહી હતી. 

ડેથ ઓવર્સમાં હતી મોટી જવાબદારી

કોલકાતા માટે આ સીઝનમાં ડેથ ઓવર્સમાં હર્ષિત રાણા એક મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે તેવી અપેક્ષા હતી. ખાસ કરીને આન્દ્રે રસેલના IPLમાંથી સંન્યાસ બાદ ટીમ તેની ભૂમિકામાં રાણાને જોઈ રહી હતી. જોકે, ઈજાને કારણે તેમની ગેરહાજરી ટીમની બોલિંગ વ્યૂહરચના પર અસર પડી શકે છે.

પથિરાનાની ફિટનેસ પર પણ સવાલ

KKRની મુશ્કેલીનો અહીં જ અંત નથી આવતો. ટીમના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને લઈને પણ આશંકા છે. તે પણ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો અને હાલમાં રિકવરી કરી રહ્યો છે. જોકે, KKR મેનેજમેન્ટે હજુ સુધી તેની ફિટનેસ અંગે કોઈ સત્તાવાર અપડેટ નથી આપ્યું.

KKRએ મુઝરબાનીને કર્યો સામેલ

આ વચ્ચે KKR એ શુક્રવારે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની સાથે કરાર કરવાની જાહેરાત કરી છે. મુઝરબાનીએ IPLમાં રમવા માટે પાકિસ્તાન સુપર લીગ (PSL) માંથી નામ પાછું ખેંચી લીધું છે. આ અગાઉ KKRએ ગત વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કર્યો હતો.

આ પણ વાંચો: IPL 2026: આઈપીએલના પહેલા તબક્કાનું શેડ્યુલ જાહેર, RCB અને SRH વચ્ચે પહેલો મુકાબલો

29 માર્ચે પ્રથમ મેચ

BCCI દ્વારા જારી કરાયેલા શેડ્યૂલ પ્રમાણે PL 2026માં KKR પોતાની પહેલી મેચ 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. આવી સ્થિતિમાં ટીમને ટુર્નામેન્ટ પહેલા તેના બોલિંગ સંયોજનમાં સુધારો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.