ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

Home » Latest Update » ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
ગંભીરની-અસલ-પરીક્ષા-તો-હજુ-બાકી…’,-ભારતીય-દિગ્ગજે-odi-વર્લ્ડ-કપ-અગાઉ-ચેતવ્યાં

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News

Google News

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી...', ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં 1 - image

Sourav Ganguly Warning To Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ 2026ના રૂપમાં મોટી સફળતા મળી છે, પરંતુ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે તેમની અસલ પરીક્ષા તો હજુ બાકી છે. એક ઈન્ટરવ્યુમાં ગાંગુલીએ સ્પષ્ટ કર્યું કે, ગંભીર માટે અસલી પડકાર 2027નો વનડે વર્લ્ડ કપ હશે, જે દક્ષિણ આફ્રિકામાં યોજાવાનો છે. 

તાજેતરમાં જ ગંભીર ભારતનો પહેલો એવો કોચ બન્યો જેણે બે ICC ટ્રોફી પોતાના નામે કરી છે. તેના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપ અને તે પહેલા 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ પોતાના નામે કરી હતી. ભારતે શરૂઆતના કેટલાક ઝટકા બાદ શાનદાર વાપસી કરીને 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી

ગાંગુલીએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, ‘વ્હાઈટ બોલ ક્રિકેટમાં ગંભીરની અસલ પરીક્ષા દક્ષિણ આફ્રિકામાં યોજાનાર 2027 વર્લ્ડ કપમાં થશે. તે તેમની અસલ પરીક્ષા 2027માં દક્ષિણ આફ્રિકામાં થશે. ત્યાંની પરિસ્થિતિઓ તેમને પડકારશે, પરંતુ મને વિશ્વાસ છે કે તેઓ જે ટીમ સાથે કામ કરી રહ્યો છે તેનાથી તેઓ યોગ્ય પરિણામો પ્રાપ્ત કરશે.’

ભારત વનડે વર્લ્ડ કપ 2023માં ફાઈનલ સુધી ભારત અપરાજિત રહ્યું હતું, પરંતુ ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું. હવે 2027નો વર્લ્ડ કપ ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે છેલ્લી તક માનવામાં આવે છે, આવી સ્થિતિમાં દબાણ વધુ રહેશે. 

 ટેસ્ટ ક્રિકેટમાં ટીમના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર

ગાંગુલીએ એમ પણ કહ્યું કે, ‘ગંભીરે ટેસ્ટ ક્રિકેટમાં ટીમના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે. ઘરેલુ મેદાન પર વધુ પડતી ટર્નિંગ પિચ તૈયાર કરવાને બદલે સારી વિકેટ તૈયાર કરવી જોઈએ, કારણ કે સારી પિચ પર જ સારા પરિણામો મળે છે.’ ઈંગ્લેન્ડ સીરિઝનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ‘પિચ વિશે વધુ પડતું વિચારવું ફાયદાકારક નથી.’

ગાંગુલીએ ગંભીરનું સમર્થન પણ કર્યું

જોકે, ટીકા સાથે ગાંગુલીએ ગંભીરનું સમર્થન પણ કર્યું. તેમણે કહ્યું કે, ‘ગંભીર એક ખૂબ જ સારા કોચ છે અને તેમને સમય આપવો જોઈએ. મર્યાદિત ઓવરના ક્રિકેટ (T20 અને ODI)માં ગંભીરની રણનીતિ ખૂબ અસરકારક રહી છે, અને તેમની પાસે એક મજબૂત ટીમ પણ છે.’

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી

ગૌતમ ગંભીર જુલાઈ 2024માં રાહુલ દ્રવિડના સ્થાને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026માં T20 વર્લ્ડ કપ જીત્યો, જેના કારણે તેઓ બે ICC ટ્રોફી જીતનારા સૌથી સફળ ભારતીય કોચ બન્યા. તેમનો વર્તમાન કોન્ટ્રાક્ટ 2027 વનડે વર્લ્ડ કપ સુધી છે.

Leave a Reply

Your email address will not be published.