RCBના બોલર યશ દયાલે શ્વેતા પુંડીર સાથે લગ્ન કર્યા, એક મહિના બાદ તસવીરો આવી સામે

Home » Latest Update » RCBના બોલર યશ દયાલે શ્વેતા પુંડીર સાથે લગ્ન કર્યા, એક મહિના બાદ તસવીરો આવી સામે
rcbના-બોલર-યશ-દયાલે-શ્વેતા-પુંડીર-સાથે-લગ્ન-કર્યા,-એક-મહિના-બાદ-તસવીરો-આવી-સામે

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News

Google News

RCBના બોલર યશ દયાલે શ્વેતા પુંડીર સાથે લગ્ન કર્યા, એક મહિના બાદ તસવીરો આવી સામે 1 - image

Yash Dayal and Shweta Pundir Wedding: RCBના ફાસ્ટ બોલર યશ દયાલે કન્ટેન્ટ ક્રિએટર શ્વેતા પુંડીર સાથે લગ્ન કરી લીધા છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં યશ અને શ્વેતાએ ગત 4 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં થયેલા યશ અને શ્વેતાના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા.

દયાલે તેના લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ શ્વેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેનો એક વીડિયો શેર કર્યો છે. યશ દયાલ 2025માં ચેમ્પિયન RCB ટીમનો મેમ્બર હતો અને આ વર્ષે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે.

કોણ છે શ્વેતા પુંડીર?

મળતી માહિતી મુજબ, શ્વેતા પુંડીર દિલ્હીની સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્સર અને વ્લોગર છે. શ્વેતાના ઇન્સ્ટાગ્રામ પર 5.87 લાખથી વધુ ફોલોઅર્સ છે. શ્વેતાએ ઇન્ટરનેશનલ લિજેન્ડ્સ લીગ માટે બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કર્યું છે. 

યશ દયાલ પર દુષ્કર્મ-જાતીય શોષણના આરોપો

નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2025માં RCBની IPL જીત પછી યશ દયાલના અંગત જીવનમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી હતી. એક મહિલાએ લગ્નના બહાને શોષણ કર્યાનો યશ પર આરોપ લગાવ્યો હતો. જેમાં જાન્યુઆરી 2026માં રાજસ્થાન હાઈકોર્ટે યશને આગોતરા જામીન આપ્યા હતા. 

આ પણ વાંચો: IPL 2026 પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો: દિગ્ગજ મેન્ટર કેવિન પીટરસને ટીમનો સાથ છોડ્યો!

આ પછી યશ સામે એક સગીર ક્રિકેટર સાથેના ગેરવર્તણૂકનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. જયપુરની એક સગીરાએ વર્ષ 2023માં જ્યારે તે 17 વર્ષની હતી, ત્યારે કારકિર્દી બનાવવામાં મદદ કરવાના બહાને તેનું શોષણ કરવાનો આરોપ લગાવતી FIR નોંધાવી હતી. જો કે, યશના વકીલનો દાવો છે કે, આ આરોપો તેને ફસાવવાના ષડયંત્રનો ભાગ છે.

Leave a Reply

Your email address will not be published.