હોકી ઇન્ડિયાએ બિહારના રાજગીરમાં 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 સુધી યોજાનાર પુરુષ હોકી એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 18 સભ્યોની આ ટીમનું નેતૃત્વ અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ કરશે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું ઉત્તમ સંયોજન છે, જે ટૂર્નામેન્ટમાં મજબૂત પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. ગોલકીપિંગની જવાબદારી કૃષ્ણ બી પાઠક અને સૂરજ કરકેરા પર...
Day: August 20, 2025
દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...
અંબાતી રાયડુને 2019 વર્લ્ડ કપમાં ન રમાડવા પાછળનું કારણ કોહલી હતો? સત્ય આવ્યું સામે
Image Source: IANS Ambati Rayudu: ભારતના પૂર્વ બેટર અંબાતી રાયડુ ટીમ ઈન્ડિયા માટે નંબર-4ના સૌથી મોટા દાવેદારોમાંથી એક હતા, પણ અચાનક તેને વર્ષ 2019ના વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને તેના સ્થાને વિજય શંકરને જગ્યા આપવામાં આવી હતી. તે સમયે લેવામાં આવેલો આ નિર્ણય બધા માટે આશ્ચર્યજનક હતો. હાલમાં જ ભારતના ભૂતપૂર્વ બેટર રોબિન ઉથપ્પાએ...
ભારત-પાકિસ્તાન મેચ રદ કરાવવાને લઈને વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, BCCIના નિર્ણયનો કરાયો વિરોધ
Asia Cup 2025: યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)માં આવતા મહિને એશિયા કપ 2025ની શરુઆત થવા જઈ રહી છે. ત્યારે ભારતના પહલગામમાં પાકિસ્તાનની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઈને હિમાચલ પ્રદેશની વિધાનસભામાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને રદ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ...
ઓનલાઈન ગેમિંગ બિલ પાસ: મની ગેમ્સ પર કડક કાયદો, સટ્ટાબાજી હવે દંડનીય ગુનો
ભારતમાં હવે ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે કારણ કે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના અમલથી સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ અને તેનું માર્કેટિંગ કરનાર સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી સરળ બનશે. હાલ દેશભરમાં આશરે 22 કરોડ યુઝર્સ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી લગભગ 11 કરોડ યુઝર્સ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે...
ગોપાલ ઈટાલિયા સાથેના ફોટાને લઇ રેખા ગુપ્તા હુમલા મામલે રાજકારણ ગરમાયું
દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનતા દરબાર દરમિયાન થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ હુમલાખોરના આમ આદમી પાર્ટી સાથે સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં આરોપી ગોપાલ ઇટાલિયા સાથે ઊભેલો દેખાય છે. તેઓએ લખ્યું કે “જે શંકા હતી...
દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી: દુનિયાનો સૌથી દુર્લભ ગુલાબી હીરો ચોરાયો, પોલીસએ 8 કલાકમાં કર્યો પર્દાફાશ
દુબઈમાં ફિલ્મી સ્ટાઈલમાં બનેલી એક રોમાંચક ચોરીએ સૌને ચોંકાવી દીધા છે. દુનિયાનો સૌથી દુર્લભ અને કિંમતી 21 કેરેટનો ગુલાબી હીરો, જેની કિંમત લગભગ ₹2 અબજ 17 કરોડ છે, ધોળા દિવસે ચોરાઈ ગયો. આ હીરોને ‘ફેન્સી ઈન્ટેન્સ’ તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવ્યો હતો અને તેની શુદ્ધતા તથા દુર્લભતા એટલી હતી કે તેના જેવો હીરો મળવાની શક્યતા માત્ર...
ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય....
વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે (20 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ નોંધાયો છે. પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે...
શશી થરુરનો કોંગ્રેસથી જુદો મત: 30 દિવસ જેલમાં રહેનારા સીએમ-પીએમને હટાવવાનું બિલ સમર્થન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાની પાર્ટીથી જુદો મત વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરવાના પ્રસ્તાવિત બિલને થરુરે સમર્થન આપ્યું છે, જેમાં એવી જોગવાઈ છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થયા પછી સતત 30 દિવસથી વધુ ન્યાયિક કસ્ટડીમાં રહે, તો તેમને પદ પરથી...









