IPL 2026 પહેલા ટીમોનું ટેન્શન વધ્યું! એકસાથે 4 સ્ટાર બોલર્સ રહેશે ગેરહાજર, જુઓ લિસ્ટ

Home » Latest Update » IPL 2026 પહેલા ટીમોનું ટેન્શન વધ્યું! એકસાથે 4 સ્ટાર બોલર્સ રહેશે ગેરહાજર, જુઓ લિસ્ટ
ipl-2026-પહેલા-ટીમોનું-ટેન્શન-વધ્યું!-એકસાથે-4-સ્ટાર-બોલર્સ-રહેશે-ગેરહાજર,-જુઓ-લિસ્ટ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News

Google News

IPL 2026 પહેલા ટીમોનું ટેન્શન વધ્યું! એકસાથે 4 સ્ટાર બોલર્સ રહેશે ગેરહાજર, જુઓ લિસ્ટ 1 - image

IPL 2026: આઈપીએલ 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. વર્કલોડ મેનેજમેન્ટ અને ઈજાઓના કારણે ઓસ્ટ્રેલિયાના ચાર દિગ્ગજ ફાસ્ટ બોલરો ટુર્નામેન્ટની શરૂઆતી મેચો ગુમાવશે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદના નિયમિત કેપ્ટન પેટ કમિન્સનો પણ સમાવેશ થાય છે, જે ફ્રેન્ચાઈઝી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના ‘બિગ થ્રી’ શરૂઆતી મેચોમાંથી બહાર

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી વ્યસ્ત શિડ્યુલ અને 2027 ના વન-ડે વર્લ્ડ કપના ડિફેન્સને ધ્યાનમાં રાખીને પોતાના મુખ્ય બોલરો પર સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. જેમાં પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ આ ત્રણેય સ્ટાર બોલરો શરૂઆતની કેટલીક મેચોમાં ઉપલબ્ધ રહેશે નહીં.

આગામી 12 મહિનામાં દક્ષિણ આફ્રિકા, ભારત અને ઈંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ શ્રેણીઓને જોતા બોર્ડે તેમને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. તેમની વાપસી હવે ફિટનેસ પ્રોટોકોલ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સ મુસીબતમાં, IPL 2026 અગાઉ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, ટુર્નામેન્ટ રમવા સામે શંકા!

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોટો ઝટકો

નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મોટો નિર્ણય લીધો છે. ટીમ મેનેજમેન્ટે 2026 સીઝન માટે સ્ટાર વિકેટકીપર-બેટર ઇશાન કિશનને ‘સ્ટેન્ડ-ઇન કેપ્ટન’ (વચગાળાના કેપ્ટન) તરીકે નિયુક્ત કર્યા છે. કમિન્સ હાલમાં ઈજાઓ સામે પણ ઝઝૂમી રહ્યા છે, જે હૈદરાબાદ માટે ચિંતાનો વિષય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને મોટો ફટકો

મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને પણ મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નેથન એલિસ જમણા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે. તેને તાજેતરમાં હોબાર્ટમાં વન-ડે કપની ફાઇનલ દરમિયાન જૂની ઈજા ઉથલી હતી.

31 વર્ષીય આ બોલરને ચેન્નાઈએ હરાજીમાં મોટી આશા સાથે ખરીદ્યો હતો, પરંતુ હવે ટીમે તેમનો વિકલ્પ શોધવો પડશે. આમ, આઈપીએલની ધમાકેદાર શરૂઆત પહેલા જ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીને કારણે ટીમોના ગણિત બગડતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.