200+ નો ટારગેટ બનાવીને પણ કેમ હારી KKR? કેપ્ટન અજિંક્યા રહાણેએ જણાવ્યું કારણ

Home » Latest Update » 200+ નો ટારગેટ બનાવીને પણ કેમ હારી KKR? કેપ્ટન અજિંક્યા રહાણેએ જણાવ્યું કારણ
200+-નો-ટારગેટ-બનાવીને-પણ-કેમ-હારી-kkr?-કેપ્ટન-અજિંક્યા-રહાણેએ-જણાવ્યું-કારણ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News

Google News

200+ નો ટારગેટ બનાવીને પણ કેમ હારી KKR? કેપ્ટન અજિંક્યા રહાણેએ જણાવ્યું કારણ 1 - image

Ajinkya Rahane On KKR Defeat: IPL 2026ની બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે થઈ હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં જીત મેળવી હતી. આ મેચમાં KKR દ્વારા 220 રન કરવામાં આવ્યા હતા અને MI દ્વારા 224 રન કરી મેચ જીતવામાં આવી હતી. MI દ્વારા અંદાજે છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર ટુર્નામેન્ટની પહેલી મેચ જીતવામાં આવી છે. KKR દ્વારા 220 રન કરવામાં આવ્યા છતાં એ કેમ હારી હતી એ એક સવાલ છે. આ પાછળનું કારણ અજિંક્ય રહાણે દ્વારા આપવામાં આવ્યું છે. તેના મુજબ બોલર્સમાં અનુભવ ઓછો હોવાથી KKR આ મેચમાં હારી ગઈ છે.

રહાણેનું નિવેદન: બોલિંગમાં અનુભવની કમી

મેચ બાદની પ્રેઝન્ટેશન સેરેમનીમાં આ વિશે અજિંક્ય રહાણે કહે છે, ‘મને લાગ્યું કે 220-225 એક સારું ટોટલ છે. અમે ખૂબ જ સારી બેટિંગ કરી હતી, પરંતુ અમારી પાસે એક ઓછો અનુભવી બોલિંગ એટેક છે. આ બોલર્સ પણ ધીમે-ધીમે શીખી જશે. મુંબઈ ઇન્ડિયન્સનું એક મજબૂત બેટિંગ લાઇન-અપ છે. આથી અમારા માટે શીખવા માટે આ એક સારો ચાન્સ હતો. વૈભવ, કાર્તિક અને મુબારબાની સિવાય IPLમાં ફક્ત બે અનુભવી સ્પિનર્સ છે. જોકે મારું માનવું છે કે મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ પણ ખૂબ જ સારી કરી હતી. અમારા બોલર્સ ચોક્કસ આ મેચથી શીખશે.’

પોતાની બેટિંગ પર રહાણેનો વિશ્વાસ

પોતાની બેટિંગ વિશે વાત કરતાં અજિંક્ય રહાણે કહે છે, ‘હું હજુ પણ જવા છું. ફક્ત 37 વર્ષનો છું અને મને લાગે છે કે હું હજી પણ રમી શકું છું. જોકે હા મને થોડા ક્રેમ્પ્સ આવી રહ્યા છે. મુંબઈમાં ઘણી વાર આવું થાય છે કારણ કે અહીં હ્યુમિડિટી વધુ છે. જોકે હું હમણાં જે રીતે બેટિંગ કરી રહ્યો છું એને લઈને ખૂબ જ ખુશ છું.’

ટીમના બેલેન્સ અને ગ્રીનની ભૂમિકા

ટીમની બોલિંગ વિશે વાત કરતાં અજિંક્ય રહાણે કહે છે, ‘મને એવું લાગે છે અને આશા પણ છે કે કેમેરોન ગ્રીન જલદી બોલિંગ શરૂ કરશે. તેની બોલિંગ શરૂ થવાથી કોમ્બિનેશનમાં ઘણો બદલાવ આવશે. આ સમયે અમારે બેલેન્સ જાળવી રાખવું જરૂરી છે એટલે કે એવા લોકો હોવા જોઈએ જે સારી બોલિંગ પણ કરી શકે. બેટિંગ માટે મેં કહ્યું કે અમે એ સારી કરી હતી, પરંતુ હવે અમારે એની સાથે બોલિંગમાં પણ બેલેન્સ જાળવવું પડશે. આથી ગ્રીન જ્યારે બોલિંગ શરૂ કરશે ત્યારે અમારી બોલિંગ કોમ્બિનેશન પણ સારી બની જશે.’

આ પણ વાંચો: પાકિસ્તાન સુપર લીગ 2026 વિવાદ: શાહીન આફ્રિદી અને સિકંદર રઝા વિઝિટર્સને જબરદસ્તી રૂમમાં લઈ ગયા…

કેમેરોન ગ્રીન બોલિંગ કેમ નથી કરી રહ્યો?

આ વિશે જ્યારે પૂછવામાં આવતાં અજિંક્ય રહાણેએ કહ્યું કે ‘આ સવાલ ખરેખર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પૂછવો જોઈએ.’ KKRની બેટિંગ ખૂબ જ સારી હતી. જોકે બોલિંગ વિશે વધુ જણાવતાં અજિંક્ય કહે છે, ‘બેટિંગ સાઇડની ઘણી પોઝિટિવ વાત કરી. જોકે મને લાગે છે કે કાર્તિક ત્યાગીએ પણ સારી બોલિંગ કરી હતી. તે ઘણાં સમય બાદ મેચ રમ્યો હતો અને સારી બોલિંગ પણ કરી હતી. મેં કહ્યું એમ અમારી પોઝિટિવ સાઇડ પણ ઘણી હતી અને હજી અમારે શીખવા માટે પણ ઘણું છે.’

Leave a Reply

Your email address will not be published.