CSK ફેન્સ માટે ખુશખબર: પંજાબ સામેની મેચ પહેલા ધોની નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો, ઈજા બાદ ટ્રેનિંગ શરૂ

Home » Latest Update » CSK ફેન્સ માટે ખુશખબર: પંજાબ સામેની મેચ પહેલા ધોની નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો, ઈજા બાદ ટ્રેનિંગ શરૂ
csk-ફેન્સ-માટે-ખુશખબર:-પંજાબ-સામેની-મેચ-પહેલા-ધોની-નેટ્સમાં-બેટિંગ-કરતો-જોવા-મળ્યો,-ઈજા-બાદ-ટ્રેનિંગ-શરૂ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News

Google News

CSK ફેન્સ માટે ખુશખબર: પંજાબ સામેની મેચ પહેલા ધોની નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો, ઈજા બાદ ટ્રેનિંગ શરૂ 1 - image

CSK in IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ફેન્સ માટે રાહતના સમાચાર છે. 44 વર્ષીય દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે ટુર્નામેન્ટની શરૂઆતમાં બહાર રહ્યા બાદ હવે ટ્રેનિંગમાં પરત ફર્યો છે. શુક્રવારે પંજાબ કિંગ્સ સામેની મહત્વની મેચ પહેલા ધોનીએ નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

નેટ્સમાં ધોનીએ વહાવ્યો પરસેવો

પંજાબ કિંગ્સ સામેની મેચ પૂર્વે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે ધોની હળવી ફિટનેસ ડ્રિલ કરતો જોવા મળ્યો હતો. જોકે, તેમણે ટીમ સાથે સંપૂર્ણ અભ્યાસ કરવાથી તે દુર રહ્યો હતો. ધોનીએ નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરી હતી, પરંતુ વિકેટકીપિંગ પ્રેક્ટિસથી તે દૂર રહ્યો હતો. બીજી તરફ, સંજુ સેમસન વિકેટકીપિંગની જવાબદારી સંભાળતો જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે ધોની હજુ મેચ રમવા માટે 100% ફિટ નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ

ડેવાલ્ડ બ્રેવિસ પણ ટ્રેનિંગમાં જોડાયો

માત્ર ધોની જ નહીં, પરંતુ CSK ના અન્ય મહત્વના ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસે પણ ટ્રેનિંગ સત્રમાં ભાગ લીધો હતો. બ્રેવિસે હળવી શોર્ટ રન ડ્રિલ કરી હતી અને ટીમ ફિઝિયો સાથે લાંબી ચર્ચા કરી હતી. ટીમ મેનેજમેન્ટ ધોની અને બ્રેવિસની ઈજાને લઈને કોઈ ઉતાવળ કરવા માંગતું નથી, કારણ કે આઈપીએલની સીઝન ઘણી લાંબી છે.

CSK માટે જીતનું ખાતું ખોલવાનો પડકાર

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સીઝનની શરૂઆત ઘણી નબળી રહી છે. રાજસ્થાન રોયલ્સ સામેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા ક્રમે છે. હાલની સીઝનમાં CSK પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવા ઉતરશે, ત્યારે ઘરઆંગણે જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ઉપર આવવા માટે ટીમ એડીચોટીનું જોર લગાવશે. ધોનીનું નેટ્સમાં પરત ફરવું એ ટીમના મનોબળ માટે ખૂબ જ મહત્વનું છે. ભલે તે પંજાબ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો ન હોય, પરંતુ ડગઆઉટમાં તેમની હાજરી ટીમ માટે ‘બૂસ્ટર’ સમાન સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published.