ફક્ત 11 બોલ રમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી, IPLમાં બીજી વખત આવો ઈતિહાસ રચાયો

Home » Latest Update » ફક્ત 11 બોલ રમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી, IPLમાં બીજી વખત આવો ઈતિહાસ રચાયો
ફક્ત-11-બોલ-રમી-પ્લેયર-ઓફ-ધ-મેચ-બન્યો-આ-ખેલાડી,-iplમાં-બીજી-વખત-આવો-ઈતિહાસ-રચાયો

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News

Google News

ફક્ત 11 બોલ રમી પ્લેયર ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી, IPLમાં બીજી વખત આવો ઈતિહાસ રચાયો 1 - image

Image Source: Twitter

Priyansh Arya Creates History: પંજાબની રેકોર્ડ જીત બાદ ક્રિકેટ દિગ્ગજોએ મેન ઓફ ધ મેચ પ્રિયાંશ આર્ય અને કેપ્ટન શ્રેયસ અય્યરની ખૂબ પ્રશંસા કરી છે. પંજાબે ફરી એકવાર રેકોર્ડ નવમી વખત 200 પ્લસ સ્કોરનો ટાર્ગેટ ચેઝ કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. ગત વર્ષની રનર-અપ પંજાબની ટીમ માટે ચેન્નાઈના મેદાનમાં આ ચોથી જીત સાબિત થઈ, જ્યારે ચેન્નાઈની આ સતત છઠ્ઠી હાર છે. જોકે, પંજાબે આઠ બોલ બાકી રહેતા જ ચેન્નાઈ સામે જીત હાંસલ કરી લીધી છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે કહ્યું કે, ‘આ પંજાબની શાનદાર જબરદસ્ત જીત છે.’ જોકે, આ જીત સરળ નહોતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન વચ્ચેની ઓપનિંગ પાર્ટનરશિપના કારણે આ જીત સરળ બની. અને પછી સરપંચ (શ્રેયસ અય્યર)એ 50 રન ફટકાર્યા. સ્ટોઈનિસ અને શશાંક સિંહે તો અંતે કામ પુરુ કરી દીધું. પરંતુ પંજાબે એ સાબિત કરી દીધું કે, ‘વી આર હીયર ટૂ વિન.’

ફક્ત 11 બોલ રમી પ્લેયર ઓફ ધી મેચ બન્યો આ પ્રિયાંશ

દિલ્હી પ્રીમિયર લીગથી IPLમાં ગ્રેજ્યુએટ થયેસ 24 વર્ષીય પ્રિયાંશ આર્યએ બીજી સીઝનમાં પણ પોતાની છાપ છોડવાનું શરૂ કરી દીધું છે. પહેલી મેચમાં 7 રન બનાવ્યા બાદ તેણે ફક્ત 11 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 39 રનની ઈનિંગ રમી. હરભજન સિંહ અને હર્ષા ભોગલેથી લઈને તેના કેપ્ટન શ્રેયસ અય્યર પણ તેના પર ફીદા થઈ ગયો. આમ પ્રિયાંશે માત્ર 11 બોલમાં મેચનું ભાગ્ય નક્કી કર્યું અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.

શ્રેયસ અય્યરે શું કહ્યું?

શ્રેયસ અય્યરે કહ્યું કે, ‘210 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે મેદાન પર જતા પહેલા ચોક્કસ થોડી ચિંતા હતી. પરંતુ પ્રિયાંશ અને પ્રભસિમરને જે રીતે શરૂઆત કરી અને આ જોડી જે રીતે રમે છે, તે જોવું ટીમ માટે ખૂબ જ શાનદાર છે. પ્રિયાંશે 11 બોલમાં 39 રન બનાવી દીધા. 210 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે આવી જ શરૂઆતની જરૂર છે.’

પ્રિયાંશ આર્ય ફુલ પૈસા વસૂલ

ગત સીઝનમાં 3.8 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલ પ્રિયાંશ આર્ય પૈસા વસૂલ ઈનિંગ રમી રહ્યો છે. તે ગત સીઝનમાં પંજાબ માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટર હતો. 2025માં પોતાની પહેલી સીઝનમાં તેણે ચેન્નાઈ સામે જે 103 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેને ઘણા દિગ્ગજોએ IPLની સૌથી શ્રેષ્ઠ સદીઓમાંની એક ગણાવી હતી.

પ્રિયાંશ આર્યએ રચ્યો ઈતિહાસ

પ્રિયાંશ આર્યએ માત્ર 11 બોલમાં 39 રનની ઈનિંગ રમી, પોતાની આ વિસ્ફોટક ઈનિંગમાં તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. 354ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવીને પ્રિયાંશે ધૂમ મચાવી દીધી. તેની ઈંનિંગે મેચનું ભાગ્ય પલટી નાખ્યું અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે 210 રનનો ટાર્ગેટ સરળતાથી સર કર્યો, 5 વિકેટે જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર

IPLમાં બીજી વખત આવો ઈતિહાસ રચાયો

બીજી તરફ IPLના ઈતિહાસમાં આવું માત્ર બીજી વાર થયું છે જ્યારે કોઈ ખેલાડીએ બોલિંગ કર્યા વિના અને ફિલ્ડિંગમાં આઉટ કર્યા વિના માત્ર 11 બોલ બેટિંગ કરીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય. આ પહેલા ગ્લેન ફિલિપ્સે 2023માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. રાજસ્થાન રોયલ્સ સામે 215 રનના ટાર્ગેટને ચેઝ કરતા ફિલિપ્સે માત્ર 7 બોલમાં 25 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. ફિલિપ્સને તે મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.