‘તેને ટીમમાંથી બહાર કરો!’ સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, KKRને આપી ખાસ સલાહ

Home » Latest Update » ‘તેને ટીમમાંથી બહાર કરો!’ સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, KKRને આપી ખાસ સલાહ
‘તેને-ટીમમાંથી-બહાર-કરો!’-સૌથી-મોંઘા-ખેલાડી-પર-ગાવસ્કર-લાલઘૂમ,-kkrને-આપી-ખાસ-સલાહ

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News

Google News

'તેને ટીમમાંથી બહાર કરો!' સૌથી મોંઘા ખેલાડી પર ગાવસ્કર લાલઘૂમ, KKRને આપી ખાસ સલાહ 1 - image

IPL 2026: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઓક્શનમાં 25.20 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદાયેલો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન અત્યારે ટીમ માટે ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રીન બોલિંગ ન કરી રહ્યો હોવાથી ટીમનું સંતુલન બગડ્યું છે, જેના પર હવે લિજેન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આકરું વલણ અપનાવ્યું છે.

વર્કલોડ મેનેજમેન્ટ કે વિવાદ?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ કેમેરોન ગ્રીનને બોલિંગ કરવા પર રોક લગાવી છે. અહેવાલો મુજબ, ગ્રીન પીઠની ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે. જેના કારણે તે ટૂર્નામેન્ટના શરૂઆતના 10 થી 12 દિવસ સુધી બોલિંગ કરી શકશે નહીં. KKR એ તેને એક ઓલરાઉન્ડર તરીકે મોટી રકમ આપી છે, પરંતુ અત્યારે તે માત્ર એક બેટ્સમેન તરીકે રમી રહ્યો છે.

ગાવસ્કરનો વિસ્ફોટક ખુલાસો ગ્રીનને બહાર કરો

સુનીલ ગાવસ્કરે KKR ના મેનેજમેન્ટની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, જો કોઈ ખેલાડી ઓલરાઉન્ડર તરીકે રમી ન શકતો હોય તો તેને પ્લેઈંગ ઈલેવનમાં રાખવાનો કોઈ અર્થ નથી. ગાવસ્કરે કહ્યું કે, જો કેમેરોન ગ્રીન બોલિંગ નથી કરી રહ્યો, તો ટીમે કોમ્બિનેશન પર ધ્યાન આપવું પડશે. તેનું ફોર્મ પણ અત્યારે ખાસ નથી. KKR એ ટીમના સંતુલન માટે ગ્રીનની જગ્યાએ કોઈ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન અથવા બોલરને તક આપવી જોઈએ.

આ પણ વાંચો: વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી, BCCIએ કામ માટે તૈયાર રહેવા આપ્યા નિર્દેશ

KKR ના કેમ્પમાં ચિંતાનું મોજું

કેપ્ટન અજિંક્ય રહાણે અને પૂર્વ બેટ્સમેન વસીમ જાફર પણ અગાઉ સ્વીકારી ચૂક્યા છે કે, ગ્રીનની બોલિંગ વગર ટીમનું કોમ્બિનેશન સેટ કરવું મુશ્કેલ બની રહ્યું છે. શરૂઆતની મેચોમાં ગ્રીન બોલિંગમાં ન દેખાતા વિરોધી ટીમોને ફાયદો થઈ રહ્યો છે. ગ્રીન બેટિંગમાં પણ સંઘર્ષ કરતો દેખાઈ રહ્યો છે, જેના કારણે ટીકાકારોના નિશાના પર છે.

શું KKR કઠોર નિર્ણય લેશે?

KKR માટે હવે ધર્મસંકટ એ છે કે આટલી મોટી રકમના ખેલાડીને બેન્ચ પર કેવી રીતે બેસાડવો? જોકે, ગાવસ્કર જેવા દિગ્ગજનું માનવું છે કે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે લાગણીઓ બાજુ પર મૂકીને કોઈ સ્પેશિયાલિસ્ટ ખેલાડીને લાવવો જ હિતાવહ રહેશે.

Leave a Reply

Your email address will not be published.